- નવાગામ પાસેથી ત્યજી દેવાયેલ બાળક મળી આવ્યું
- બાળકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયું
- બાળકને ત્યજી દેનારાને શોધી કાઢવા પોલીસ તપાસ શરૂ
હાય રે કળયુગ!!! નવાગામ – અદેપર રોડ ઉપર લક્ષદ્રીપ કારખાના પાસે રોડની બાજુમાં કોઈએ આજે સાંજના અરસામાં કોઈએ બાળકને ખાડો ખોદી દાટી દીધુ હતું. આ બાળકને મોઢે ડૂચો દેવાયો હતો ઉપરાંત મીઠું પણ છાંટવામાં આવ્યું હતું. જો કે આ બાળકને દાટવામાં આવ્યાના થોડી જ વાર બાદ ત્યાંથી એક શ્રમિક નીકળતા તેને બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. જેથી તુરંત બહાર કાઢી 108ને ફોન કર્યો હતો.
હાલ આ બાળકને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે. આરોગ્યકર્મીઓના જણાવ્યા અનુસાર બાળક સ્વસ્થ લાગી રહ્યું છે. જેનો વજન 3.2 કિલો છે. છતાંય કોઈ સમસ્યા છે કે નહીં તે જાણવા અમુક રિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે. વધુમાં બાળકના શરીરે ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઝબલુ હતું. એટલે બાળકનો જન્મ ત્યાં થયો હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, મોરબી તાલુકાના અદેપર અને ઘુનડા ગામ વચ્ચે સીમમાંથી એક બાળકી અડધી દાટેલી અને મોઢે ડૂમો દીધેલ હાલતમાં મળી આવી હતી.ઘટનાની જાણ થતા સ્થાનિકોએ 108ની ટીમને જાણ કરતા બાળકીને તાત્કલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો.બનાવ અંગે સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી બાળકી ના માતા ની શોધખોળ શરૂ કરી છે મોરબી ના ગ્રામ્ય વિસ્તાર વધુ એક કઠોર હ્રદયની જનેતાનો ભોગ કે બાળકી બની હતી મોરબી તાલુકાના અદેપર અને ટંકારા ઘુનડા ગામની સીમમાં આવેલા લક્ષ્યદીપ નામની ફેક્ટરી નજીક બુધવારે સાંજના સમયે એક બાળકીનો રડવાનો અવાજ આવતા ત્યાંથી પસાર થતા લોકો ત્યાં પહોચી તપાસ કરતા એક બાળકી માટીમાં દાટેલી હાલતમાં અને મોઢે ડૂચો ભરાવેલી હાલતમાં મળી આવી હતી.
બાળકીની સ્થિતિ જોતા સારવાર ની જરૂર લાગતા સ્થાનિકોએ 108ની ટીમને જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોચી હતી અને બાળકી નો કબજો મેળવી મોરબી સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડી હતી.બાળકીને સમયસર સાવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતા ટંકારા પોલીસની ટીમ પહોચી હતી અને બાળકી ના વાલીની શોધખોળ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં બાળકી એક અઠવાડિયાની હોવાનું સામે આવ્યું હતું હે…મા.. તેં જન્મ મને આપ્યો મારવા માટે..પણ મને તો બચાવનાર મારો ભગવાન હતો.પણ તારી એવી તો શી મજબૂરી હતી કે મારી હત્યા કરવાનો વિચાર આવ્યો.
સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે માટીના ઢગલામાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક માટી દૂર કરતાં તેમાંથી જીવિત બાળક મળી આવ્યું હતું. બાળકને કપડામાં લપેટીને દાટવામાં આવ્યું હતું. તેના મોઢા પર પણ કપડું બાંધેલું હોવાથી માટી અંદર ગઈ ન હતી અને બાળક શ્વાસ લઈ શકતું હતું.
સ્થાનિકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. બાળકને કોણે અને કેમ માટીમાં દાટ્યું તેમજ મીઠું નાખીને કેમ દાટવામાં આવ્યું જેવા અનેક પ્રશ્નોની તપાસ ચાલી રહી છે. પોલીસ જુદી જુદી દિશામાં તપાસ કરી રહી છે.
અહેવાલ: ઋષિ મહેતા