- શ્રી સોમનાથ મહાદેવના દર્શને પધારેલા માન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
સોમનાથ, તારીખ: 18/03/2025
ગુજરાતના માન.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે 18/03/2025 સોમનાથ ખાતે બીચ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે પધાર્યા હતા. આ અવસરે તેઓએ શ્રી સોમનાથ મહાદેવના દિવ્ય દર્શન કરી, શીશ નમાવી મહાદેવનો જલાભિષેક કર્યો હતો તેમજ પૂજા સામગ્રી અર્પણ કરી સમગ્ર રાજ્ય પર શ્રી મહાદેવની કૃપા માટે પ્રાર્થના કરી હતી.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનું સન્માન કર્યું હતું અને તેમને શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિહ્ન તથા પ્રસાદ અર્પણ કરી અભિવાદન કર્યું હતું.
- ગીર સોમનાથ : વેરાવળ એસટી ડેપો ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીનુ આગમન
- વેરાવળ એસટી ડેપો ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીનુ આગમન
- વેરાવળમા નવીન ડેપો- વકઁશોપનું કર્યું લોકાર્પણ
- ભાજપના અગ્રણીઓ અને એસટી વિભાગના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
ગીર સોમનાથ જીલ્લામા ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વેરાવળ એસટી ડેપોના વકઁશોપ, કોડીનાર ડેપોના વકઁશોપનુ અને આકોલવાડી એસટી બસ સ્ટેશનનુ ઇ લોકાર્પણ અંદાજીત 10 કરોડના ખર્ચે કરવામા આવેલ હતુ . આ તકે હર્ષ સંઘવીએ જણાવેલ કે આવનારા દિવસોમા અમદાવાદ તેમજ લાંબા રૂટની વોલ્વો બસો સોમનાથ સુધી ચાલુ થવાની છે અને યાત્રીઓની સુવીધામા વધારો થશે. આ કાર્યક્રમમાં રાજકોટ ધારાસભ્ય ઉદય કાનગડ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા,પૂર્વ ધારાસભ્ય રાજશી જોટવા સહીત જિલ્લાભરમાંથી ભાજપના અગ્રણીઓ અને એસટી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ : જયેશ પરમાર