- કચ્છના ધારાસભ્યો, સાંસદ તેમજ આગેવાનોની રજૂઆત ફળી
- ધોરણ 1 થી 5 માં 2500 શિક્ષકો અને ધોરણ 6 થી 8 માં 1600 શિક્ષકોની થશે ભરતી
- કચ્છમાં જ કુલ 4100 શિક્ષકોની ભરતી કરવાની કરાઈ જાહેરાત
જિલ્લા પંચાયત સદસ્ય, અબડાસા તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી એ કચ્છ માં કાયમી શિક્ષકોની ભરતી થતા પ્રતિક્રિયા આપી હતી. કચ્છમાં કાયમી શિક્ષકોની ભરતી માટે ઐતિહાસિક નિર્ણય ભુપેન્દ્ર પટેલ ની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. કચ્છના ધારાસભ્યો અને સાંસદ તેમજ આગેવાનોની રજૂઆત ફળી છે.
કચ્છમાં શિક્ષકોની કાયમી ઘરના પ્રશ્નો રહેતા તેના માટે કચ્છના ધારાસભ્યો અને આગેવાનો સરકારમાં રજૂઆતો પણ કરતા છેલ્લે જિલ્લા ફેર શિક્ષકો બદલીમાં પણ ઘણા શિક્ષકો ની બદલી કરાઈ ત્યારે કચ્છમાં શિક્ષણ માટે મોટો પ્રશ્ન હતો વિસ્તારની દ્રષ્ટિએ મોટો વિસ્તાર ધરાવતો કચ્છ માટે શિક્ષકોનો મોટો પ્રશ્નો હતો.
શિક્ષકોની કચ્છમાં કાયમી ભરતી માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી કુબેર ડીંડોર અને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાની આજે જાહેરાતથી ધોરણ 1 થી 5 માં 2500 શિક્ષકો અને ધોરણ 5 થી 8 માં 1600 શિક્ષકો એમ કુલ 4100 શિક્ષકોની ભરતી કચ્છમાં જ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને જ્યાં સુધી શિક્ષકો નિવૃત્ત ન થાય ત્યાં સુધી કચ્છમાં જ નોકરી કરવી એવી જાહેરાત કરતા કચ્છમાં ખુશીની લહેર જોવા મળી હતી.
એ માટે જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમ મારવાડા, તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, સરપંચ સંગઠનના પ્રમુખ પરેશ સિંહ જાડેજા, તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, તાલુકા પંચાયતના સદસ્ય મહાવીર સિંહ જાડેજા અકરી એ સરકારનો અને કચ્છના ધારાસભ્યો અને પ્રમુખ દેવજી વરચંદ અને સાંસદ વિનોદ ચાવડા નો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ: રમેશ ભાનુશાલી