- રાજ્યના પોલીસવડાએ 100 કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવા આપ્યો છે આદેશ
- PI ડી. જી. પટેલ સહિત પોલીસ વીજતંત્રની ટીમ સાથે આરોપીના રહેણાક મકાને પહોંચી
- બિનઅધિકૃત વીજ જોડાણ કાપી ગુનેગારને રૂ.1,50,000 નું વીજબિલ ફટકાર્યુ
આદિપુર PI ડી.જી પટેલ દ્વારા આદિપુર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આદિપુર PI તેમજ પોલીસ આરોપીના રહેણાક મકાને વીજતંત્રની ટીમ સાથે પહોંચી હતી. આ દરમિયાન બિનઅધિકૃત વીજ જોડાણ કાપી મકાનમાં રહેલા વીજ ઉપકરણોની યાદી તૈયાર કરવામાં આવી હતી. તેમજ ગુનેગારને 1,50,000 રૂપિયાનું વીજબિલ ફટકારવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ પૂર્વ કચ્છ પોલીસે આવાં તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહીનો પ્રારંભ કરાવતાં વારંવાર ગુના આચરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે.
ગુજરાત રાજ્યના DGP સાહેબના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ અનુસાર ગેરકાયદેસર વિજ કનેકશન કપાવી આદિપુર પોલીસે રોકડ દંડ કરાવ્યો હતો.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય સાહેબ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નાઓ દ્વારા 100 કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તેઓ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ જે અન્વયે મહે. પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ, કચ્છ-ભૂજ તથા મ્હે. પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ, પૂર્વ-કચ્છ, ગાંધીધામ નાઓ દ્વારા પૂર્વ-કચ્છ જીલ્લામાં શરીર સંબંધી, મિલકત સંબંધી ગુન્હાઓ તેમજ પ્રોહીબિશન જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી સાહેબ, અંજાર વિભાગ, અંજારનાઓના વડપણ હેઠળઆદિપુર PI ડી.જી પટેલ દ્વારા આદિપુર વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે.
આદિપુરના મણીનગર વિસ્તારમાં રહેનાર દિનેશ ઉર્ફે દીનુભા ગોવિંદજી રાજપુત વિરુદ્ધ જુદા-જુદા વર્ષે પ્રોહી બીશન સહિત કુલ 5 ગુના નોંધાયેલા છે. આદિપુર PI ડી.જી પટેલ સહિત આદિપુર પોલીસ રહેણાક મકાને વીજતંત્રની ટીમ સાથે પહોંચી હતી અને બિનઅધિકૃત વીજજોડાણ કાપી નાખી મકાનમાં રહેલા વીજ ઉપકરણોની યાદી તૈયાર કરી ગુનેગારને 1,50,000 નું વીજબિલ ફટકારવામાં આવ્યું હતું.
આ કામગીરી આદિપુર PI ડી.જી પટેલ અને આદિપુર સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે
રાજ્યના પોલીસવડાના આદેશ બાદ પૂર્વ કચ્છ પોલીસે આવાં તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહીનો પ્રારંભ કરાવતાં વારંવાર ગુના આચરતા આવા શખ્સોમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે.
અહેવાલ : ભારતી માખીજાણી