- નવા શાકમાર્કેટમાં વેપારીને થડા ન મળ્યા હોવાના આક્ષેપો
- થડા ધારકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપો
- થડા ફાળવીને વેપારીઓને સહાયરૂપ થવા માંગ ઉઠી
ધોરાજીના વોર્ડ નંબર 3 ના સભ્યો દ્વારા નગરપાલિકા તંત્ર અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને લેખીત રજુઆત કરવામાં આવી હતી. મહારાજ ભગવતસિંહજીના સમયનું શાકમાર્કેટ જર્જરીત થતા નવા શક્માંર્કેતનું નિર્માણ કરાયું હતું. ત્યારે જુના શાકમાર્કેટના થડા ધારકોને નવા માર્કેટમાં થડાની ફળવાની ન કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના શાકમાર્કેટના થડા ધારકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાના આક્ષેપો કરાયા છે. ત્યારે થડા ધારકોને થડા ફાળવીને વેપારીઓને સહાયરૂપ થવા માંગ ઉઠવા પામી છે.
વોર્ડ નંબર 3 ના સભ્યો એ નગરપાલિકા તંત્ર અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ને લેખીત રજુઆત કરવામાં આવી હતી. ધોરાજી નગરપાલિકાએ મહારાજ ભગવતસિંહજીના સમયની શાકમાર્કેટ જર્જરીત થતા તે નોડી પાડીને “સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (મોડલ ઘટક) હેઠળની ચાન્ટમાંથી નિયમાનુસાર ટેન્ડર પ્રક્રિયા કરીને સને-2017-18ના વર્ષમાં એજન્સી નિયુત કરી નવી શાકમાર્કેટનું બાંધકામ શરૂ કરીને શાકમાર્કેટનું કામ પુર્ણ કરેલ છે.
ધોરાજી નગરપાલિકાએ નવી શાકમાર્કેટનું બાંધકામ પુર્ણ કર્યા પહેલા જુની શાકમાર્કેટના જેટલા થડા ધારકો હતા તેટલા થડા ધારક વેપારીઓને નવી તૈયાર થયેલ શાકમાર્કેટમાં પડાઓ આપવાની યાજના તૈયાર કરવામાં આવેલ હોવા છતાં આજે નથી તૈયાર થયેલ શાકમાર્કેટને પાચથી છ વર્ષ થઈ ગયેલ હોવા છતાં એક પણ વેપારીને ઘડાઓની ફાળવણી કરવામાં આવેલ નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેના કારણે શાકમાર્કેટના પડા પરડા હાલ ઘણી મુશકેલીઓનો સામનો કરી રહ્યા છે તેવા આક્ષેપો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા. ધોરાજી નગરપાલિકાએ નકકી કરેલ બોજના મુજબ શાકમાર્કેટના વેપારી ભાઈઓને થડાઓની જાળવણી કરી શાકમાર્કેટના વેપારીઓને સહાયરૂપ થવા તેવી માંગ લોકો દ્વારા ઉઠાવવામાં આવી હતી.
અહેવાલ: કૌશલ સોલંકી