- સુજલામ સુફલામ્ જળ અભિયાન-202૪ યોજના અંતર્ગત 101 કામો પૈકી 81 કામો પૂર્ણ કરાયાં
- સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી
ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ જળ અભિયાન-202૪ની અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર પી.વી.ચૌહાણે સુજલામ સુફલામ્ યોજના-202૪ની વિગતો આપતાં જણાવ્યું હતું કે,ભાવનગરમાં લોકભાગીદારીના 101 કામો પૈકી 81 કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.જેમા ભાવનગરમાં 9 કામો, તળાજામાં 19 કામો, ઘોઘામાં 6 કામો, મહુવામાં 8 કામો , જેસરમાં 6 કામો, પાલીતાણામાં 9 કામો , ગારીયાધારમાં ૬ કામો, શિહોરમાં 8 કામો, ઉમરાળામાં 4 અને વલ્લભીપુર તાલુકામાં 6 કામો પૂર્ણ કરાયાં છે. આ ખોદાણ કામમાંથી ૫98842.82 જથ્થો (ઘ.મી) પ્રાપ્ત થયેલો. આ માટી/કાંપ આજુબાજુનાં ખેડૂતો જમીનમાં ફળદ્રુપતા વધારવા હેતુસર લઇ ગયાં છે. સરકારની જોગવાઈ મુજબ ખેડૂતોને કોઈપણ પ્રકારની રોયલ્ટી ચૂકવ્યા વિના માટી/કાંપ વિપુલ માત્રામાં પ્રાપ્ત થયો હોવાનું જણાવ્યું હતું.
સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર મેહુલસિંહ પરમાર દ્વારા સુજલામ સુફલામ્ યોજના અંગે જણાવ્યું હતુ કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2018થી સમગ્ર રાજ્યમાં ચોમાસાના પાણીનો ભૂગર્ભ જળ સંચય કરવા માટે સુજલામ સુફલામ જળ અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. રાજ્યમાં જળ સંચયનો વ્યાપ વધારવા માટે તળાવ તથા ચેકડેમ ડીસીલ્ટીંગ, નવા તળાવ તથા ચેકડેમ બનાવવા, જળાશય ડીસીલ્ટીંગ, ખેત તલાવડી, વગેરે જેવા કામો હાથ ધરવવામાં આવે છે. તદુપરાંત મનરેગા યોજના અંતર્ગત કામ કરવાથી શ્રમિકોને રોજગારી મળી રહે છે.આ યોજનાથી ભાવનગર જીલ્લાનાં વિવિધ ગામોમાં હયાત તળાવ તથા ચેકડેમની પાણીની સંગ્રહશક્તિમાં વધારો થયો છે તેના પરિણામે તળાવ ચેકડેમોની આજુબાજુની ખેતીલાયક જમીનમાં પાણીનાં તળ ઊંચા આવ્યાં હોવા અંગેની જાણકારી આપી હતી.
બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર આશિષ બાલધિયા સહિત સુજલામ સુફલામ્ જળ અભિયાન-2024ની અમલીકરણ સમિતિની સભ્યઓ ઉપસ્થિત રહ્યાં હતાં.