- ધોરણ 7માં ભણતી વિદ્યાર્થીનીએ કરી આત્મહ*ત્યા
- માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી જતા ડરના માર્યે કર્યો આપઘાત
- સ્યૂસાઈડ નોટમાં કારણ જણાવી માતાની માંગી માફી
સુરતના કતારગામમાં આવેલ જય રણછોડ નગર એપાર્ટમેન્ટમાં રહેતી ધોરણ 7ની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવ્યો છે. મળતી માહિતી મુજબ બાળકી દ્વારા માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી જતા ડરના માર્યે આપઘાત કર્યો હોવાનો સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાળકીના પિતા કપીલ ઘુઘલ મુંબઈ મહાનગર પાલિકામાં નોકરી કરતા હોવાથી મુંબઇમાં જ રહે છે. તો બાળકો અને પત્ની સુરતમાં રહે છે. ત્યારે માતા ઘરે ન હોવા દરમિયાન ફોન પાણીમાં પડી જતા બાળકીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
કતારગામમાં માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી જતા ડરના માર્યે ધોરણ 7ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ દરમિયાન વિદ્યાર્થિનીએ લખેલી સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હોવાથી આ-પઘાત કરી રહી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને માફી માંગી હતી.
કતારગામ જય રણછોડ નગર એપાર્ટમેન્ટ ખાતે રહેતા કપીલ ઘુઘલ મુંબઈ મહાનગર પાલિકામાં નોકરી કરે છે અને ત્યાં જ રહે છે. તેમજ તેમને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. 12 વર્ષીય મોટી પુત્રી ઝેનીશા ધોરણ 7માં અભ્યાસ કરતી હતી. રવિવારે કપીલભાઈની પત્ની બહાર ગઈ હતી અને ઝેનીશા તેના ભાઈ બહેન સાથે ઘરે હતી. ત્યારે તે સમયે ઝેનીશાથી માતાનો મોબાઈલ ફોન પાણીમાં પડી ગયો હતો. મોબાઈલ પાણીમાં પડી જતા ઝેનીશા ડરી ગઈ હતી અને તેણે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
અનુસાર માહિતી મુજબ, સુરત જીલ્લાના કતારગામ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી 12 વર્ષની દીકરીએ ગળેફાંસો ખાતા ચકચાર મચી ગઈ હતી. રવિવારે જૈનીસા ધુધલે તેના માતાપિતા બહાર ગયા હતા ત્યારે રૂમમાં દુપટ્ટા વડે પંખે ગળે ફાંસો ખાધો હતો. તેની બહેને આ જોતાં બૂમાબૂમ કરી મૂકી હતી. બાદમાં પાડોશીઓએ તાત્કાલિક પોલીસ અને જૈનિસાના માતાપિતાને જાણ કરી હતી.
પોલીસે તપાસ કરતા તેમને સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, મમ્મી મને માફ કરજે. મારાથી ભૂલ થઈ ગઈ. મોબાઈલ ફોન હાથમાંથી પાણીની ડોલમાં પડી ગયો હતો. મારા ગયા પછી રડતી નહીં, ભાઈ અને બહેનનું ધ્યાન રાખજે. પોલીસના મતાનુસાર ફોન પડી જતાં ગભરાટમાં આ પગલું ભર્યુ હોવાનું જણાઈ રહ્યું છે. વહાલસોયી દીકરીના જવાથી માતાપિતા આઘાતમાં છે, પરિવારમાં શોક ફેલાયો છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય