- પેકેજીંગ એક્સેલન્ટ ડેવલપમેન્ટ ઇનોવેશન માટે અપાતા શિરપાવની સિદ્ધિ રૂપે
- રાજુ એન્જિનિયરિંગ હંમેશા ટેકનોલોજીના આવિષ્કારની સાથે સાથે ઉજ્જવળ ભવિષ્ય અને સંવેદનાનું જતન કરતું રહ્યું છે: મેનેજિંગ ડાયરેક્ટર ખુશ્બુ દોશી
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના ઉદ્યોગ જગતમાં સ્થાનિક વેપાર ઉદ્યોગથી લઈ આંતરરાષ્ટ્રીય કંપનીઓ સુધી બેસ્ટ પર્ફોર્મન્સ માટે જાણીતી બનેલ રાજુ એન્જિનિયરિંગ લિમિટેડ ને ટેકનોલોજીના આવિષ્કારની સાથે ,એફએમસીજી થી લઈને ક્ધવર્ટર ઇન્ડસ્ટ્રીઝ સુધીની વિવિધ ભારતીય કંપનીઓને પેકેજિંગ એક્સેલન્સ ઇન ડેવલપમેન્ટ, ઇનોવેશનમાટે આપવામાં આવતો એસ આઇ ઈ એસ સોપ સ્ટાર એવોર્ડ એનાયત કરવામાં આવતા રાજુ એન્જિનિયરિંગ માટે એક મોટી સિદ્ધિ બની છે,
રાજુ એન્જિનિયરિંગ લિમિટેડ પ્લાસ્ટિક ટેકનોલોજી અને ખાસ કરીને હાઈ પર્ફોર્મન્સ લોન ફિલ્મ લાઈન ના ઉત્પાદનમાં મોખરે ગણાય છે, એફ એમ સી જી ના પેકેજીંગ માટે ની ફિલ્મમાં રાજુ એન્જિનિયરિંગની માસ્ટરી છે દેશ વિદેશમાં પેકેજીંગ મશીનરી અને પ્રોક્સ સિરીઝ, પેન્ટા ફોઈલ પાંચ ઘડીની બલોન ફિલ્મ ના ઉત્પાદનમાં રાજુ ઇન્ડસ્ટ્રીઝ ની ટેકનોલોજી અને આધુનિક અપગ્રેડેશન અને નવા કીર્તિમાન લઈને મુંબઈ ખાતે યોજાયેલા એક સમારોહમાં રાજુ એન્જિનિયરિંગ ને પેકેજીંગ એક્સેલેન્સ ઈન ડેવલોપમેન્ટ ઇનોવેશન માટે એસઆઈઈએસ કોપ સ્ટાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, રાજુ એન્જિનિયરિંગ ની પેકિંગ ક્ષેત્રે વૈશ્વિક ઓળખને આ એવોર્ડ થી વધુ વિશ્વસનીયતા પ્રાપ્ત થઈ છે. રાજુ એન્જિનિયરિંગના મેનેજિંગ ડાયરેક્ટર ખુશ્બુ દોશી એ જણાવ્યું હતું કે રાજૂ એન્જિનિયરિંગ લિમિટેડ હંમેશા ઇનોવેશન ની સાથે સાથે ટેકનોલોજીના આવિષ્કાર ની જેમ જ ભવિષ્ય ની જરૂરિયાત અને એન્જિનિયરિંગ ક્ષેત્રે ની તમામ સુવિધાઓ આપવાની નિષ્ઠા ને આ એવોર્ડ થી વધુ બળ મળશેરાજુ એન્જિનિયરિંગ હંમેશા ટેકનોલોજીના આવિષ્કારની સાથે સાથે ઉજવલ ભવિષ્ય અને સંવેદના નું જતન કરતું રહ્યું છેતેમ રાજુ એન્જિનિયરિંગ કંપનીનામેનેજિંગ ડાયરેક્ટર ખુશ્બુ દોશી એ જણાવ્યું હતું
રાજકોટમાં 1986 થી સ્થાપિત રાજુ એન્જિનિયરિંગ બલોન ફિલ્મના ઉત્પાદન અને આધુનિક ટેકનોલોજી ના આવિષ્કાર માટે વિશ્વભરમાં સારી નામના મેળવવામાં સફળ થઈ છે રાજુ એન્જિનિયરિંગ તેના ઉત્પાદનમાં વિશ્વ સ્તરની કોલેટી અને નવા આવિષ્કારની સાથે સાથે વિશ્વના 78 દેશોમાં કંપની તેનું ઉત્પાદન વિકાસ કરી રહી છે અને 1990 થી જ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજુ ઇન્ડસ્ટ્રીઝ ની કીર્તી ફેલાઈ રહી છે એસ આઈ ઈ એસ સોપ સ્ટાર એવોર્ડએ રાજુ ઇન્ડસ્ટ્રીઝ ની ક્વોલિટી અને વિશ્વસનીયતાને વૈશ્વિક ઓળખ અને ગૌરવ અપાવ્યું છે.
રાજુ એન્જિનિયરિંગની પ્રોએક્ષ સિરીઝની બ્લોન ફીલ્મને અપાયો પુરસ્કાર
રાજુ એન્જીનીયરીંગની વિશાળ શ્રેણીની બ્લોન ફિલ્મો દુનિયાભરની પેકેજીંગ કંપનીઓમાં ધુમ મચાવે છે. ત્યારે રાજુ એન્જી. ની પ્રોએક્ષ સિરીઝને અદ્યતન બ્લોન ફિલ્મ એકસ્ટુજન મશીનરીની ટેકનોલોજી સાથે અનુરુપ પ્રોએક્ષ સિરીઝની અવિકાર બદલ રાજુ એન્જીનીયરીંગને એસ.આઇ.ઇ.એસ.એસ.ઓ.પી. સ્ટાર્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે તેમ રાજુ એન્જીનીયરીંગના સોનલબેનએ જણાવ્યું હતું.