- ભુવાએ પત્નીને ઝેરી દવા આપી હ*ત્યા કરી હોવાના પરિજનોના આક્ષેપો
- યુવતી કોમલ કેતન સાગઠિયાનું સારવાર દરમિયાન મો*ત નીપજ્યું
- મૃતક કોમલના પિતાએ ભુવા કેતન સાગઠીયા પર કાર્ય આક્ષેપો
રાજકોટના મવડી ગામે રહેતી યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યાની ઘટના સામે આવી હતી. જે 26 વર્ષીય યુવતી કોમલ કેતન સાગઠિયાનું સારવાર દરમિયાન મો*ત નીપજ્યું હતું. મૃ*તક કોમલના પિતા ધીરજ સોલંકીએ પુત્રી ભુવા કેતન સાગઠિયા સાથે દોઢ વર્ષથી રહેતી હોવાથી ભુવાએ ઝેરી દવા પીવડાવી હ-ત્યા કરી હોવાના આક્ષેપો કર્યા છે. તેમજ પુત્રીએ ભુવા પાસે જોવડાવવા ગયા બાદ તેના સંપર્કમાં આવી લગ્ન કરી લીધા હોવાની માહિતી આપી હતી.
અનુસાર માહિતી મુજબ, રાજકોટના મવડીમાં રહેતી યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. પરિવારજનોનો આરોપ છે કે, 26 વર્ષની દીકરી કોમલે ભૂવાના ત્રાસથી ઝેરી દવા પીને આપ-ઘાત કરી લીધો છે. આ યુવતીને ભૂવો કેતન સાગઠિયાએ વિધિના નામે પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગયો હતો. ત્યારબાદ કોમલ ભૂવા કેતન સાથે છેલ્લા દોઢ વર્ષથી રહેતી હતી. હાલ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. આ સાથે ફરાર ભૂવાને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, રાજકોટમાં મવડી ગામે રહેતી કોમલે 13મી માર્ચે ઝેરી દવા પી લીધી હતી. યુવતીને ઝેરી દવાની અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. જ્યા કોમલનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક દોડી આવ્યો હતો.
મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે કે, કેતન સાગઠીયા નામના ભૂવાએ કોમલને પ્રેમજાળમા ફસાવી દોઢ વર્ષ પહેલા ભગાડી ગયો હતો. અગાઉ 8 માસ પૂર્વે કેતને કોમલને ઝેરી દવા પીવડાવી હતી. કેતન સામે તેની પત્નીએ પણ ફરીયાદ નોંધાવી છે. કોમલે સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દેતા કેતન મૃતદેહને હોસ્પિટલનાં બીછાને છોડી નાસી છુટયો છે. તેણે અનેક દીકરીઓની જિંદગી બગાડી છે.
કેતન સાગઠીયાએ જ કોમલને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારી હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામા આવ્યો છે. મૃતકનાં પિતાએ કરેલા આક્ષેપને પગલે તાલુકા પોલીસે મૃતક યુવતીનાં મૃતદેહનો ફોરેન્સીક પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.