- જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશન દ્વારા સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિદાન કેમ્પ યોજાયો
- તમામ એડવોકેટના BP, ડાયાબિટીસ સહિતના રોગોનું નિદાન તેમજ રિપોર્ટ પણ કરાયા
- જિલ્લા કોર્ટના 200થી વધુ એડવોકેટોએ નિદાન કેમ્પનો લીધો લાભ
જુનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા જિલ્લા કોર્ટ ખાતે 12 એસોસિએશનના સહકારથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 એસોસિએશનના પ્રમુખ જયદેવ જોશીએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં બાળકમાં પણ હાર્ટ એટેકના કેસોનું પ્રમાણ વધ્યું હોય તેમ જ અનેક રોગથી લોકો પીડાતા હોય ત્યારે વિનામૂલ્યે સારવાર થઈ શકે તે માટે જિલ્લા કોર્ટ ખાતે નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં તમામ એડવોકેટ માટે બીપી, ડાયાબિટીસ તેમજ અન્ય રોગનું નિદાન તેમજ રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જિલ્લા કોર્ટના 200થી વધુ એડવોકેટોએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. આ ઉપરાંત કોર્ટ સ્ટાફ અને પોલીસ સ્ટાફ નિદાન કેમ્પમાં સારવારનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી હતી.
અનુસાર માહિતી મુજબ, જુનાગઢ જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશન દ્વારા સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા જિલ્લા કોર્ટ ખાતે 12 એસોસિએશનના સહકારથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 12 એસોસિએશનના પ્રમુખ જયદેવ જોશીએ જણાવ્યું કે હાલના સમયમાં બાળકમાં પણ હાર્ટ એટેકના કેસોનું પ્રમાણ વધ્યું હોય તેમ જ અનેક રોગથી લોકો પીડાતા હોય ત્યારે વિનામૂલ્યે સારવાર થઈ શકે તેને લઈ જિલ્લા કોર્ટ ખાતે સિવિલ હોસ્પિટલના સહકારથી 12 એસોસિએશન દ્વારા એક નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું.
આ કેમ્પમાં તમામ એડવોકેટ માટે બીપી ડાયાબિટીસ તેમજ અન્ય રોગનું નિદાન તેમજ રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ યોજાયેલ નિદાન કેમ્પમાં જિલ્લા કોર્ટના 200થી વધુ એડવોકેટઓએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. આગામી સમયમાં પણ આ જ રીતના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે અને મોટી સંખ્યામાં એડવોકેટ અને કોર્ટ સ્ટાફ અને પોલીસ સ્ટાફ નિદાન કેમ્પમાં સારવારનો લાભ લે તેવી પર અપીલ કરવામાં આવી હતી.
અહેવાલ : ચિરાગ રાજ્યગુરુ