- 24-25 માર્ચના રોજ દેશભરમાં રહેશે બેંક બંધ
- બેંક-કર્મચારીઓ ઊતરશે હડતાળ પર
- હડતાળમાં જાહેર, ખાનગી, વિદેશી, સહકારી અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોના કર્મચારીઓ લેશે ભાગ
બેંક કર્મચારીઓની હડતાળ- દેશમાં 24 અને 25 માર્ચે 8 લાખથી વધુ બેંક કર્મચારીઓ અને અધિકારીઓ દેશવ્યાપી હડતાળ પર રહેશે. આ બે દિવસ દરમિયાન બેંક ગ્રાહકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ હડતાળમાં જાહેર, ખાનગી, વિદેશી, સહકારી અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોના કર્મચારીઓ ભાગ લેશે. આ દેશવ્યાપી હડતાળ સહિત, બેંકો કુલ 4 દિવસ બંધ રહેશે. શનિવાર-રવિવારની રજા પછી સોમવાર અને મંગળવારે આ હડતાળ રહેશે.
બેંક યુનિયનનું કહેવું છે કે ભારતીય બેંક એસોસિએશન સાથે અનેક રાઉન્ડની વાતચીત છતાં, તેમની માંગણીઓ પર કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી.
આ દેશવ્યાપી હડતાળ બેંકોમાં પૂરતી ભરતી, કાયમી નોકરીઓના આઉટસોર્સિંગ પર પ્રતિબંધ અને અઠવાડિયામાં 5 દિવસ કામ સહિત અનેક માંગણીઓ માટે હશે. આ માંગણીઓ ઉપરાંત, PLI પર સરકારના નિર્ણયને પાછો ખેંચવા અને કામગીરી સમીક્ષા, બેંક કર્મચારીઓનું રક્ષણ, ગ્રેચ્યુઇટીની મર્યાદા વધારવા અને બેંકિંગ ક્ષેત્રમાં અન્યાયી શ્રમ પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવાની માંગણીઓ પણ કરવામાં આવશે.
દેશભરની બૅન્કો માર્ચ મહિનાના આ બે દિવસે બંધ રહી શકે છે. ઇન્ડિયન બૅન્ક ઍસોસિયેશનની સરકાર સાથે નિષ્ફળ બેઠક બાદ બૅન્કના કર્મચારીઓએ દેશવ્યાપી 24 અને 25 માર્ચ, 2025ના રોજ હડતાળ પાડવાનું એલાન કર્યું છે. જેના પગલે આગામી સોમવાર અને મંગળવારે બૅન્કો બંધ રહેશે. દેશભરના ટોચના 9 બૅન્કિંગ યુનિયન્સનું નેતૃત્વ કરતાં યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સે આ હડતાળની જાહેરાત કરી છે.
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)ના જણાવ્યા પ્રમાણે 24 અને 25 માર્ચના રોજ તેમની દેશભરમાં હડતાળ રહેશે, જેના કારણે આ બંને તારીખમાં બેંક બંધ રહેશે. UFBUએ કહ્યું હતું કે કર્મચારી સંગઠનની મુખ્ય માગ પર ભારતીય બેંક સંઘ (IBA) સાથે વાતચીતમાં કોઈ પોઝિટિવ રિઝલ્ટ મળી શક્યું નથી. IBA સાથે મિટિંગમાં UFBUના સભ્યોએ બધા કેડર્સમાં ભરતી અને 5 ડે વર્ક વીક સહિત અનેક મુદ્દા ઉઠાવ્યા.
યુનિયની માગમાં શું-શું સામેલ છે
જાહેર ક્ષેત્રની બેંકોમાં કામદારો અને અધિકારી નિર્દેશકોની જગ્યાઓ ભરવામાં આવે એવી મુખ્ય માગ હતી. યુએફબીયુ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોના માઇક્રો મેનેજમેન્ટનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માગણીઓમાં આઇબીએ સાથેના બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને ગ્રેચ્યુઈટી એક્ટમાં સુધારો કરીને મર્યાદા વધારીને રૂ.25 લાખ કરવી, એને સરકારી કર્મચારીઓ માટેની યોજના સાથે જોડવી અને આવકવેરામાંથી મુક્તિ મેળવવાનો સમાવેશ થાય છે.
બૅન્કિંગ યુનિયનની તમામ માંગ પૈકી સૌથી મહત્ત્વની માગ કામના દિવસ પાંચ કરવાની છે. હાલ સપ્તાહમાં છ દિવસ કામ કરવું ફરિજ્યાત છે. જેનાથી બૅન્કના કર્મચારીઓમાં કામનું પ્રેશર વધુ હોવાનો દાવો કરતાં બૅન્કિંગ યુનિયને કામના દિવસ ઘટાડી પાંચ કરવાની માગ કરી છે. તદુપરાંત બૅન્કોમાં સ્ટાફની અછત પણ સૌથી મોટો મુદ્દો છે. સ્ટાફની અછતના કારણે બૅન્કમાં કામનું પ્રેશર વધે છે અને તેનાથી કર્મચારીની કામની ગુણવત્તા પર અસર થાય છે.
આ હડતાળમાં બૅન્કના લાખો કર્મચારી ભાગ લેશે. જેના લીધે આગામી સોમવાર અને મંગળવારે બૅન્કિંગ સેવાઓ ખોરવાઈ શકે છે. ગ્રાહકોએ આ હડતાળને ધ્યાનમાં લેતાં બૅન્કના કામકાજ એડવાન્સમાં પૂર્ણ કરવા સલાહ છે. કારણકે, જો યુનિયનની માગનો સ્વીકાર નહીં થાય તો તેઓ ભવિષ્યમાં હડતાળ લંબાવી પણ શકે છે.