- CM પટેલે ડિંડોલી ઉમિયામાતા મંદિરમાં દશાબ્દી મહોત્સવમાં આપી હાજરી
- બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો રહ્યા હાજર
- ઉમાપુરમ દશાબ્દિ મહોત્સવમાં મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું
સુરત શહેરમાં CM ભુપેન્દ્ર પટેલે ડિંડોલી ઉમિયામાતા મંદિરમાં દશાબ્દી મહોત્સવમાં હાજરી આપી હતી. આ દરમિયાન બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા હતા. ત્રણ દિવસ ઉમાપુરમ દશાબ્દિ મહોત્સવનો સમગ્ર કાર્યકમ યોજવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉમાપુરમ દશાબ્દિ મહોત્સવમાં મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું.
પાટીદાર સમાજના ઉત્કર્ષ માટેની ભાવના સરાહનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમાપુરમ્ દશાબ્દિ મહોત્સવના ભવ્ય આયોજન માટે આયોજકોને અભિનંદન પાઠવ્યા. તેમણે પાટીદાર સમાજની પરિશ્રમશીલતા અને પ્રગતિશીલતા અંગે વખાણ કરતા જણાવ્યું કે, “પાટીદાર સમાજ જમીનમાં પાટુ મારી પાણી કાઢનારો અને સૌને સાથે રાખીને આગળ વધનારો છે. મહેનતથી અર્જિત કરેલી લક્ષ્મીને સમાજના ઉત્કર્ષ માટે ઉપયોગ કરવાનો ઉત્તમ સંકલ્પ આ સમાજ દ્વારા વર્ષોથી પાલન કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, પાટીદાર સમાજ વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યો દ્વારા સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. રાજ્ય સરકારના ‘સૌના સાથ, સૌના વિકાસ’ના ધ્યેયને પાટીદાર સમાજ જીવંત કરી રહ્યો છે.
આ સાથે મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ‘એક પેડ મા કે નામ’ અને ‘કેચ ધ રેઈન’ અભિયાનોનું મહત્વ રજૂ કરતાં કહ્યું કે, “ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે વધુ વૃક્ષો વાવવાનું અને વરસાદી પાણીનો જળસંચય કરવાનું દરેક નાગરિકનું કર્તવ્ય છે.” તેમણે સુરતના નાગરિકોને આહ્વાન કર્યું કે, તેઓ પર્યાવરણ સંરક્ષણના આ અભિગમને જીવનશૈલીમાં સમાવિષ્ટ કરે. પાટીદાર સમાજ પૂનમનો ચાંદ હોય એવું લાગે છે. કોઈ ક્ષેત્ર એવું નથી કે, ત્યાં પાટીદાર સમાજ આગળ ન હોય. કમાઈને કેમ સમાજને પરત આપવું તેના માટે પાટીદાર સમાજે પ્રયાસ કર્યો છેઅહીંયા માતાજીની મૂર્તિ સામે ઊભા હોઈએ ત્યારે એવું લાગે કે માતાજી આપણી સાથે વાત કરતા હોય..માતાજી પાસે આશીર્વાદ માગ્યા છે પાટીદાર સમાજ તેની સાથે ગુજરાત અને બધા લોકો સુખ શાંતિથી આગળ બધી શકે
અલગ-અલગ દેશ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને લઈ CMએ નિવેદન આપતા કહ્યું હતું કે, વિદેશમાં કોઈના મગજ શાંત નથી, ક્યાંકને ક્યાંક કઇ મેળવવા એક બીજાની સામે આવી ગયા છેમાતાજી તેમજે શાંતિ આપે તેવી પ્રાર્થના.પાટીદાર સમાજ બધાને મોટિવેશન આપે તેવું લાગે છે.પાટીદાર સિવાય દરેક સમાજને આ સંસ્થા મદદરૂપ થાય તેવું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમણે સ્વચ્છ અને હરિયાળું સુરત બનાવવા માટે નાગરિકોને સ્વચ્છતાની જાળવણી, ટ્રાફિક નિયમોનું પાલન અને આદર્શ નાગરિક બનવા પણ અપીલ કરી. તેઓએ કહ્યું હતું કે, સુરતની સ્વચ્છતા જોઈને બીજા શહેરના લોકો પણ પોતાના શહેર સ્વચ્છ રાખતા થયા છે*હું સુરતમાં જ્યાંથી નીકળ્યો તે તમામ જગ્યા પર સ્વચ્છતા જ હતી એક પણ જગ્યા પર ગંદકી જોવા મળી નથી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો. આ તકે ‘વંદે ઉમાપુરમ્’ થીમ સોંગનું વિમોચન પણ કરવામાં આવ્યું. ઉમાપુરમ્ મંદિર, જે ડિંડોલી વિસ્તારમાં ઓમનગરમાં આવેલું છે, કડવા પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજીનું એક વિશિષ્ટ તીર્થસ્થળ છે. મંદિર પરિસરમાં ઉમેશ્વર મહાદેવ, ગણેશ, રાધા-કૃષ્ણ, સંકટમોચન હનુમાન અને અન્ય દેવતાઓ પણ બિરાજમાન છે. દર વર્ષે નવરાત્રી, દિવાળી અને જન્માષ્ટમી સહિત અનેક તહેવારોમાં હજારો ભક્તો ઉમિયા માતાજીની આરાધનામાં ભાગ લે છે. દૈનિક પૂજા-અર્ચનાથી લઈને સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો સુધી, મંદિર પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.
આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્યો મનુ પટેલ અને સંદીપ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, પૂર્વ મંત્રી રજની પટેલ, ઉમિયા માતાજી મંદિર સંસ્થાન ડિંડોલીના પ્રમુખ ભગવાનભાઈ પટેલ, મહોત્સવના અધ્યક્ષ કીર્તિભાઈ પટેલ, તેમજ અગ્રણીઓ રમેશભાઈ પટેલ, જાગૃતિ પટેલ, વિશાલ પટેલ, પ્રહલાદ પટેલ, ડાહ્યાભાઈ અને રાજુભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ઉમિયા માતાજીના ભક્તો હાજર રહ્યા હતા. ઉમાપુરમ્ દશાબ્દિ મહોત્સવ અનેક ભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બની રહ્યું છે. પાટીદાર સમાજના સંકલ્પ અને સમાજસેવા માટેની અર્પણભાવનાનું આ મહોત્સવ ભવ્ય પ્રતિક છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય