- લુખ્ખા – આવારા તત્વોના રંઝાડથી છો પરેશાન
- અમદાવાદ અને રાજકોટ શહેર પોલીસનો નવતર પ્રયોગ
- અસામાજિક તત્વોની જાણકારી આપવા વોટ્સએપ નંબર જાહેર કર્યો
- અમદાવાદ માટે 63596 25365 નંબર પર જાણકારી આપવા માટે વિનંતી કરાઈ
- રાજકોટ માટે 63596 29896 નંબર પર ક્રાઇમ બ્રાન્ચનો કરો સંપર્ક
સમાજમાં દહેશતનું વાતાવરણ ઊભું કરનારા અસામાજિક તત્વો સામે હવે ક્રાઈમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આવા લુખ્ખા તત્વો વિરુદ્ધ એક ખાસ ઝુંબેસ શરૂ કરવામાં આવી છે, જેમાં જાગૃત નાગરિકોને પણ સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી છે.
આ દરમિયાન રાજકોટ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ અંગે લાલ આંખ કરવામાં આવી છે અને અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવવા માટે કમર કસવામાં આવી છે. આ ઝુંબેસને વધુ અસરકારક બનાવવા માટે ક્રાઈમ બ્રાન્ચે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે.
અમદાવાદ શહેરમાં અસામાજિક અને લુખ્ખા તત્વોનો આ-તંક સતત વધી રહ્યો છે. ત્યારે ગુનોખોરીને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે પોલીસે ઇનામી પ્રયોગ હાથ ધર્યો છે. પોલીસે વોટ્સએપ નંબર 63596 25365 જાહેર કરી અસામાજિક અને લુખ્ખા તત્વોની જાણકારી આપવા નાગરિકોને અપીલ કરી છે.
આ ઉપરાંત રાજકોટ શહેરમાં અસામાજિક અને લુખ્ખા તત્વોનો આ-તંક સતત વધી રહ્યો છે. ત્યારે લુખ્ખા અને આવારા તત્વોના આતંક, ગુનોખોરીને ડામવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ દરમિયાન પોલીસે વોટ્સએપ નંબર 63596 29896 જાહેર કરી અસામાજિક અને લુખ્ખા તત્વોની જાણકારી આપવા નાગરિકોને અપીલ કરી છે. તેમજ અરજદારોની ઓળખ પણ ગુપ્ત રાખવામાં આવશે.
અસામાજિક તત્વોની જાણકારી આપવા વોટ્સએપ નંબર જાહેર કર્યો
અમદાવાદનાં વસ્ત્રાલની ઘટનાનાં પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે રાજ્ય ગૃહમંત્રાલયનાં આદેશ બાદ રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી, જેમાં 100 કલાકની અંદર રાજ્યનાં પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સૂચના આપવામાં આવી હતી. ત્યારે હવે અમદાવાદ પોલીસ દ્વારા પણ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
જો તમે પણ તમારા આસપાસના વિસ્તારમાં કોઈ લુખ્ખા તત્વોને જોતા હોવ અથવા તેમના દ્વારા કોઈ હેરાનગતિનો અનુભવ કરતા હોવ, તો નિઃસંકોચ આ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો. તમારી ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને તમારી ફરિયાદ પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે.
રાજ્યમાં અસામાજિક તત્વોની તપાસ અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, વારંવાર આતંક મચાવનારા લોકો સામે પગલાં લેવામાં નિષ્ફળ રહેનાર સ્થાનિક પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.