દારૂના વેચાણ માટે ટૂંક સમયમાં પોલીસ અધિકારીઓની જવાબદારી ફિકસ કરશે સરકાર
ગુજરાત સરકારે થોડા દિવસો પહેલા વિધાનસભામાં પ્રોહિબીશન એકટને મંજૂર કર્યો હતો. જેને ગઈકાલે ગવર્નર ઓ.પી.કોહલીએ મંજૂર કર્યો છે. આ એકટના માધ્યમી નશાખોરી સામે કડક પગલા લઈ શકાશે.
મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ મામલે કહ્યું હતું કે, ગુજરાત સરકાર નવું પ્રોહીબીશન બીલ મંજૂર કર્યું હતું. અમે આ નવા બીલની કડક અમલવારી માટે તમામ એસ.પી. કમિશ્નર્સ અને આઈજીને તાકીદ કરી છે. ટૂંક સમયમાં જ‚રી પગલા લેવાશે અને કાયદાની કડક અમલવારી શે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે ટૂંક સમયમાં પ્રોહિબીશન એકટની કડક અમલવારી માટેનો સ્ટેટ મોનીટરીંગ સેલ કાર્યરત કરશું. જેમાં ટોલ ફ્રિ હેલ્પલાઈન, વોટ્સએપ, એસએમએસ તા સોશ્યલ મીડિયા સર્વિસ સહિતની સુવિધા લોકોને આપવામાં આવશે. લોકો બુટલેગરો સામે સરકારને સીધી ફરિયાદ આપી શકશે અને કામગીરી અંગે સરકારનો રિપોર્ટ પણ મેળવી શકશે. નવા કાયદામાં દારૂના વેંચાણ સો સંકળાયેલા પોલીસ અધિકારીઓને પણ આવરી લેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં દારૂના વેંચાણ મામલે સરકારની જવાબદારી ફિકસ કરવામાં આવશે તેવું અંતમાં મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું.