રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા એટલાન્ટિસ બિલ્ડિંગમાં ધુળેટીના દિવસે આગ ફાટી નીકળતાં ફૂડ ડિલિવરી કરવા આવેલા ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ફસાયેલા અન્ય લોકોને હાઇડ્રોલિક લિફ્ટથી રેસ્ક્યુ કરાયા હતા. જે બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત કરોડો રૂપિયામાં છે એનું 2014 બાદ ફાયર NOC ન લેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફાયર વિભાગની તપાસમાં બિલ્ડિંગની ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કંડિશનમાં ન હોવાનું સામે આવ્યું છે, જોકે ગંભીર બાબત એ છે કે રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ પણ રાજકોટમાં ફાયર સેફ્ટી મામલે પોલંપોલ ચાલતી હોવાનું સામે આવ્યું છે. એટલાન્ટિસ બિલ્ડિંગનું વર્ષ 2014 બાદ ફાયર NOC ન લેવાયું હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે બે નોટિસ આપી હોવા છતાં રહીશો બેદરકાર રહ્યા અને તંત્રએ પણ નોટિસ આપી સંતોષ માન્ય હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
જે બાબતે રાજકોટ ફાયર વિભાગના ઈન્ચાર્જ CFO અશોકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, બિલ્ડિંગનું 2014 બાદ ફાયર NOC લેવાયું નથી. ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કન્ડિશનમાં નથી. ફાયર વિભાગે બેવાર નોટિસ આપી છે, પરંતુ રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોવાથી સીલ કરાયું નથી.
ત્યાર સમગ્ર મામલે કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે તંત્ર પર આક્ષેપો કાર્ય હતા. અને આક્ષેપો સાતેહ જણાવ્યું હતું કે, જે રીતે પરિસ્થિતિ ગુજરાતની અંદર ગુજરાતના શહેરી વિકાસ મંત્રી હોઈ મુખ્ય મંત્રી હોઈ કે ગૃહ મંત્રી હોઈ વાતો મોટી કરવી પણ કાયદાનો અમલ કેમ કરવો સ્ટાફની ભરતી માટે શું કરવું એ બધું એક બાજુ મૂકી દેવામાં આવે છે. તેવા આક્ષેપો તેમને CM અને ગૃહ મંત્રી પર કાર્ય હતા. આ સાથે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટની અંદર TRP અગ્નિકાંડ થયા પછી જે ફાયરની અંદર જે અધિકારીઓ હોવા જોઈએ તે અધિકારીઓ હોતા નથી. કોઈ ચાર્જમાં આવે કોઈ કચ્છથી આવે કોઈ ગેરકાયદેસર ભરતી કરેલો હોઈ એ અહિયાં આવીને પાછો કરપ્શન કરે અને આવડી હિમત આ ભાજપની સરકારમાં જ થાય. તેવા આક્ષેપો સરકાર સામે તેઓએ કાર્ય હતા.
આ ઉપરાંત તેઓએ આક્ષેપો કરતા જણાવ્યું જણાવ્યું હતું કે, આજે પણ રાજકોટ કોર્પોરેશનનો ફાયર વિભાગ છે એની અંદર ઇન્ચાર્જ ઉપર ચાલી રહ્યું છે આટલો સમય થઇ ગયા પછી પણ કાયમ ફાયર ઓફિસર કમ નાં હોઈ ચીફ ઓફિસર જે ફાયરનો હોઈ એ કાયમી હોવો જોઈ કારણ કે અણી એક જવાબદારી બંધાય, જયારે ઇન્ચાર્જની અંદર હોઈ તો તે ઇન્ચાર્જ ગમે ત્યારે હાથ ખંખેરી શકે અને રાજકોટની જયારે વાત કરવામાં આવે ત્યારે માત્ર નાના લોકોને કમ હેરાન કરવા ફાયર સેફ્ટીના નામે આખા સમાજની તમામ સમાજની વાડીઓ બંધ કરી દીધી પણ હું મીડિયાના મધ્યમાં થી એ કહેવા માંગું છું કે જ્યાં કમિશ્નર બેઠેલા છે. તેમજ આક્ષેપો સાથે તેઓએ જણાવ્યું હતું.
તેમજ કોર્પોરેશન પર આક્ષેપો કરતા તેઓએ જણાવ્યું હતું કે. રાજકોટ કોર્પોરેશનનો જ્યાં ફાયર વિભાગ બેઠેલો છે એની અંદર ફાયર સેફટી છે એનું સર્ટીફીકેટ છે એમની પાસે વપરાશનું મુખ્ય પ્રશ્ન તે જ ઉભો થાય ? ફાયર સેફટીના નામે ગામ્નને હેરાન કરવાનો પણ જયારે પોતાના કોર્લર પર દાગ હોઈ ત્યારે એ બીજાને શું કરી શકે ત્યારે જયારે આપણા કોર્લર પર દાગ હોઈ ત્યારે હમેશા મોટા માથાઓ હોઈ એને બચાવા પડે કે એજ રીતે જે આ બીજો અગ્નિકાંડ થયો એની અનાદર એક પરિસ્થિતિ છે કે એ બિલ્ડરને હાથ અડાડી શકાય એમ નથી કારણ કે એજ બિલ્ડરની પણ એમાં ઓફીસ આવેલી છે. રાજકોટના ડેપ્યુટી મેયર પણ બેસે છે અને એ એના ભાગીદાર છે એટલે ત્યાં ગુન્હો દાખલ ના થાય…એક નોટીસ જાય બે નોટીસ જાય ત્રીજી નોટીસ જાય રાજકોટની પ્રજાને… તેમ અનુક સવાલો સાથે આક્ષેપો કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે કાર્ય હતા.