- શામળાજીના અણસોલ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર ત્રણ વ્યક્તિના મો*ત
અરવલ્લીના શામળાજીના અણસોલ પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઈક સવાર ત્રણ વ્યક્તિના મો*ત થયા હતા. વાહન ચાલક ટકકર મારી ફરાર થયો હતો. ત્રણે વ્યક્તિના મૃ*તદેહને PM અર્થે શામળાજી રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ દરમિયાન શામળાજી પોલીસે અકસ્માતને પગલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે તાજેતરમાં અરવલ્લીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અરવલ્લીના અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ટેન્કર ચાલકે બેદરકારી રીતે ટેન્કરને હાંકી હતી. જેના કારણે બાઈક પર સવાર ત્રણ લોકોના મો*ત નિપજ્યા છે. ત્યારે આ ઘટનાને લઇ મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક બ્લોક કર્યો હતો.
વધુ મળતી માહિતી મુજબ શામળાજી નજીક અણસોલ ગામ પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સર્વિસ રોડ પર રોંગ સાઈડમાં આવી રહેલા ટેન્કરે ત્રણ બાઈકસવારને કચડી નાખ્યા હતા. ઘટનામાં ત્રણેય યુવકના ઘટનાસ્થળે જ મો*ત નીપજ્યાં હતા. અકસ્માત બાદ ટેન્કર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ ઉદયપુર હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. સ્થાનિકોની માગણી હતી કે, સર્વિસ રોડ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવે.
શામળાજી પોલીસ, જિલ્લા એલસીબી અને એસઓજી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સ્થાનિકો સાથે સમજાવટ કરીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શામળાજી રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. શામળાજી પાસે રાજસ્થાન સરહદ આવેલી હોવાથી દરરોજ હજારો વાહનોની અવરજવર રહે છે. ટ્રાફિકની સમસ્યાને કારણે ભારે વાહનો સર્વિસ રોડનો ઉપયોગ કરે છે. પોલીસે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.