- ટીપી, ટીપીને માટલું એવું રીઢુ થાય પોતે ઠરે બીજાને ઠારે, ઠંડુ પાણી પાય
- અદ્યતન ઉપકરણોથી ઠંડક આપતા માટલાના ધંધાને ધક્કો પરંતુ હવે પાકા કાંઠે બીજો ધંધો ન ફાવે: વેપારી ભુરાભાઇ
ગરમી આવતાં જ વેરાવળના લાયબ્રેરી રોડથી બંદર રોડ જતા રસ્તે ક્ધયાશાળા પાસે ફૂટપાથ ઉપર લાલ ચટ્ટક–રંગબેરંગી પાણીના માટલાઓથી છવાઇ જાય છે. હાલ ચારથી પાંચ આવા ગરીબ લોકોએ પોતાના થડા લગાવ્યા છે. મુળ લાટીના જેનું હુલામણું નામ ભુરાભાઇ અને નામ દિનેશ મસરી દેવળીયા કહે છે. એક સમયમાં વેરાવળ તાલુકાના કેટલાય ગામો માટી કામના ધડા–તાવડી–કોડીયા નિકાસ છે કે અમદાવાદ–સુરત સુધી કરતા આજે સોનારીયા, બાદલપરા, લાટી, ભાલકામાં એક–બે ઘરો જ આ કામ કરે છે અને તે પણ સ્થાનિક ગામની જરૂરત મુજબ માલ બનાવે છે.
અમો આ માટલા અમદાવાદ સરખેજથી લઇ આવીયે છીએ અને રૂપીયા 100થી 250-300 જેટલી કિંમતમાં વેંચાય છે. માટલા બજારમાં માટલાં, કોડીયાં, તાવડી, કુંડા, નાંદ, મોટા ગોળા આ બધી વસ્તુઓ રાખીએ છીએ.
હવે ઘર આંગણે તો માટલા બનાવવું અશક્ય જ થઇ પડ્યું છે. કોઇ ખેતરવાળા માટી લેવા દેતા નથી. જે વરસો પહેલા વિનામૂલ્યે આપતા અને રાજીપો ગણતા. ઘર આંગણે વસીયાણ વિસ્તાર પણ વધ્યો હોય કોઇ ખાડો ખોદવા દે નહીં અને નિભાંડાના ધૂમાડો તો કોઇ કરવા જ ન દે. ઓછામાં પુરૂં અમારી નવી પેઢીના સંતાનો આ માટીકામ પસંદ કરતા નથી. તેને બદલે ફર્નીચર ઉદ્યોગ કે ભણતરમાં ધ્યાન આપે છે.
કેટલાક પ્રસંગો એવા યે બન્યા છે કે છોકરા–છોકરીના વેવિશાળ–લગ્નમાં માટી કામ કરતા સંતાનોને લગ્ન કરવા મુશ્કેલ બને છે. દિનેશભાઇ એટલે કે ભુરાભાઇ આગળ વાત વધારતા કહે છે કે ‘અમારું કામ એકલાથી થઇ જ ન શકે, કારણ કે માટલા ફેરવવા, તેની ઉપર કલરકામ–ચિત્રકામ ઘરાક જુદી–જુદી વસ્તુઓ માંગે તે બતાવવી આમ કુટુંબની જ ત્રણથી ચાર વ્યક્તિ હોય તો જ ધંધો આગળ ધપે.
વળી અત્યારે ધાતુના ગોળા, ફ્રિઝમાં બોટલ ઠંડી રાખવી, પ્યુરીફાઇ વોટર સીસ્ટમ આ બધાને કારણે અસર તો પહોંચી જ છે. મારૂં માનવું છે કે દેશી માટલાનું પાણી ફ્રીજના પાણી કરતાં કુદરતી રીતે ઠંડક આપે છે.
મારા આ કાર્યમાં મારા ધર્મપત્ની દયાબહેન દિનેશ દેવળીયા સવારથી સાંજ સુધી આકરો તડકો વેઠીને પણ સાથે રહે છે અને મદદ કરે છે. શહેરમાં આજે એવાંયે કેટલાક લોકો છે કે જેના ઘરમાં ફ્રીઝ હોવા છતાં દેશી માટલાનું ઠંડુ પાણી પીવે છે અને આરોગ્ય રીતે તેઓ તેને શ્રેષ્ઠ ગણે છે.
હું તેને કહું કે તમો ગુણભાર ખેસવી તમારી મેળે એ ઢગલામાંથી લઇ લ્યો પૈસાનું પુછે તો કહું “જ્યારે આપો ત્યારે” પણ જેમના કેટલાકના પૈસા પછી પણ આપી જાય છે તો કેટલાકના આવતા ય નથી પણ મરણ જેવા કામમાં હું ઉપયોગી બન્યો તેનો મને આત્મસંતોષ છે.
આવું કરેલું કામ પ્રભુસેવા ગણી હું યાદ પણ રાખતો નથી તેમ ભુરાભાઇ કહે છે.