નર્મદા ક્ધટ્રોલ ઓથોરીટીની બેઠકમાં ૧૧૦.૬૭ મીટરી નીચેનું પાણી આપવા સહમતી
ગુજરાતનું જળસંકટ ટળ્યું
જળ સંકટ ખાળવા ગુજરાતને ૧૦ લાખ એકર ફૂટ પાણી મળશે
૧૦ હજાર ગામડાઓ અને ૧૬૭ શહેરોમાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહેશે
ગુજરાતમાં તોળાઈ રહેલા જળ સંકટ બાબતે રાહતના સમાચાર મળી રહ્યાં છે. રાજયમાં આગામી તા.૩૧ જુલાઈ સુધી કોઈપણ તરસ્યુ નહીં રહે. નર્મદા કંટ્રોલ ઓથીરીટી સોની મુલાકાત બાદ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, સરદાર સરોવરમાંથી ડેડ વોટર અને સીપેજ વોટરનો ઉપયોગ કરવા પરવાનગી આપવા બદલ હું નર્મદા કંટ્રોલ ઓથીરીટીનો આભાર માનુ છું.
તેમણે ઉમેર્યું કે, નર્મદામાંથી ૧૦ લાખ એકર ફૂટ પાણી મળવાના કારણે રાજય પર તોળાતુ જળ સંકટ ખાળવામાં મદદ મળશે. ૧૦ હજાર ગામડાઓ અને ૧૬૭ શહેરોને તા.૩૧ જુલાઈ સુધી જળ સંકટનો સામનો કરવો પડશે નહીં. હું મધ્યપ્રદેશ, રાજસન અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓના સહકાર બદલ પણ આભાર માનુ છું.
તાજેતરમાં જળ સંકટને ધ્યાને લઈને ગુજરાત સરકારે ખેતી માટે સિંચાઈનું અને ઉદ્યોગ માટે વપરાશનું પાણી માર્ચ બાદ ન આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રાજયની મહાનગરપાલિકાઓએ પણ પીવાના પાણીનો કાપ મુકવાની તૈયારીઓ શ‚ કરી દીધી હતી. વિજયભાઈ રૂપાણીએ ખેડૂતોને ઉનાળુ પાકી દૂર રહેવા અપીલ પણ કરી હતી. દરમિયાન નર્મદા ક્ધટ્રોલ ઓોરીટીએ એક મીલીયન એકર ફૂટ પાણી આપવાનો નિર્ણય લેતા રાજયમાં અનેકને રાહત મળી છે.
તાજેતરમાં નર્મદામાંથી ગુજરાતને વધારે પાણી આપવા, દિલ્હીમાં ટોચના બ્યુરોક્રેટસ ચીફ સેક્રેટરી જે.એન.સિંઘ, સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના મેનેજીંગ ડિરેકટર અને ચેરમેન એમ.એસ.ડાગુર તા એસ.એસ.રાઠોડ સહિતના સો બેઠક થઈ હતી. નર્મદા કંટ્રોલ ઓરીટી તેમજ સરકાર સરોવર નર્મદા ડેમ પ્રોજેકટના ભાગીદાર રાજયોએ ગુજરાતને એમ.ડી.ડી.એલ.થી ઓછી પાણી આપવાની તૈયારી દર્શાવી હતી. એટલે કે, ૧૧૦.૬૭ મીટરી નીચેનું પાણી આપવા સહમત યા હતા. પરિણામે રાજયને ૧૦ લાખ એકર ફૂટ પાણી મળશે.
બીજી તરફ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મધ્યપ્રદેશ સરકારે નર્મદા બેઝીંનમાં વધુ પાણીનો જથ્થો છોડવા માટે ગુજરાતે કરેલી વિનંતી ઉપર ધ્યાન આપ્યું નથી. ગુજરાતની માંગણીને મધ્યપ્રદેશે ફગાવી દીધી છે. જો કે આગામી સમયમાં નર્મદા કંટ્રોલ ઓથીરીટીની બેઠકમાં મધ્યપ્રદેશને આ મામલે રાજી કરવામાં આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.