- રેસકોર્સમાં પાન-ફાકીની આડમાં ગાંજો વેચતા નરસી નાગરની ધરપકડ3.467 કિલોગ્રામ ગાંજા સહીત રૂ. 46,870નો મુદ્દામાલ કબ્જે કરતી પ્ર.નગર પોલીસ: ઇમરાનનું નામ ખુલ્યું
- શહેરના રેસકોર્સ મેદાનમાં પાન-ફાકીની આડમાં ગાંજો વેંચતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે. રેસકોર્સમાં પાનની કેબિને માદક પદાર્થનું વેચાણ કરનાર નરસી મુળજી નાગરની 3.467 કિલોગ્રામ ગાંજા સાથે પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે.
રેસકોર્સમાં ફનવર્લ્ડની દીવાલ પાસે પાનની કેબિન ચલાવતો શખ્સ ગાંજાનો જથ્થો કેબિને લઇને આવ્યાની માહિતી મળતાં પ્ર.નગરના પીઆઇ વી આર વસાવા, પીઆઈ પી આર ડોબરીયા, પીએસઆઈ આઈ એ બેલીમ સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસે નિયત વર્ણનવાળા શખ્સને રાઉન્ડઅપ કરી તપાસ કરતાં તેની પાસેથી રૂ.34670ની કિંમતનો 3.467 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો અને મોબાઇલ સહિત કુલ રૂ.46870નો મુદ્દામાલ જપ્ત કરી કેબિન સંચાલક વિકલાંગ નાણાવટી ચોક નજીક રહેતા નરશી મૂળજી નાગરની ધરપકડ કરી હતી. આ મામલાની તપાસ ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવી હતી, પોલીસે આરોપી નરશીને એક દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછ કરતાં ઇન્દ્ર નામનો શખ્સ ગાંજો આપી ગયાનું તેણે રટણ રટ્યું હતું.
દિવ્યાંગ નરશી નાગર રેસકોર્સમાં પાનની કેબિન ચલાવતો હતો અને તેના ઓઠા હેઠળ આ ગોરખધંધા કરતો હતો, રેસકોર્સમાં પાન-સિગારેટના બહાને નશાખોરો નરશી પાસે આવતા હતા અને માદક પદાર્થની પડીકી ખરીદી જતા હતા, નરશી લાંબા સમયથી માદક પદાર્થ વેચતો હોવાની શંકા સેવાઇ રહી છે, પોલીસે આ મામલે વિશેષ તપાસ શરૂ કરી હતી.
આ કામગીરીમાં પીઆઈ વી આર વસાવા, પીઆઈ પી આર ડોબરીયા, પીએસઆઈ આઈ એ બેલીમ, એએસઆઈ દિનેશભાઇ ખાંભલા, હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ વાવડીયા, જે એચ કાડેજા, કોન્સ્ટેબલ તૌફીકભાઈ મંધરા, ચાપરાજ ખવડ, રિયાઝભાઈ ભીપૌત્રા, રવિભાઈ ચાવડા, વનરાજભાઈ બોરીચા, ધર્મેશભાઈ મોણપરા અને એસઓજીના અરુણભાઈ બાંભણીયા રોકાયા હતા.