- મોબાઈલમા સ્ટેટ્સ રાખવા બાબતે હ-ત્યા !!
- 32 વર્ષીય ભરત મૂછડીયા નામના વ્યક્તિની કરાઈ હ-ત્યા
- અજય મુછડીયા નામના વ્યક્તિ દ્વારા છરીના ઘા ઝીંકી કરાઈ હ-ત્યા
- મોબાઇલમાં સ્ટેટસ રાખવા બાબતે બોલાચાલી બાદ થયો ઝઘડો
- આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે અજય મુછડીયા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
રાજકોટના વડાળી ગામે મોબાઈલમાં સ્ટેટસ રાખવા બાબતે કૌટુંબીક કાકાએ ભત્રીજા પર કરેલો જીવલેણ હુ-મલો મો-તનું કારણ બન્યો હતો અને આ હુ-મલામાં યુવકનું મો*ત થયું હતું. મોબાઈલમાં સ્ટેટસ રાખવા બાબતે કાકા અને ભત્રીજા વચ્ચે થયેલ ઝઘડો હ-ત્યાનું નિમિત બન્યો હતો. આ મામલે આજીડેમ પોલીસે ગુનો નોંંધ્યો હતો. મોડી રાત્રે આ ઘટનામાં સંડોવાયેલા હ-ત્યારા કાકાને ક્રાઇમ બ્રાંચે દબોચી લઈ વધુ તપાસ શરૂ કરી છે.
અનુસાર માહિતી મુજબ, રાજકોટના વડાળી ગામે રહેતા ભરત મુછડિયા ગઈકાલે રાત્રે 8:30 વાગ્યાના સુમારે ગામમાં હતો. ત્યારે તેના કૌટુંબીક કાકા અજય મુછડીયા સાથે માથાકુટ થઈ હતી. કાકા પોતાના કૌટુંબીક ભત્રીજા ભરત પર છરી વડે હુ*મલો કરી પડખાના ભાગે અને કપાળના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા લોહી લુહાણ હાલતમાં ભરતને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મો*ત થયું હતું.
આ બનાવ અંગે વડારી ગામે રહેતા મયુર મુછડિયાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, મૃ*તક ભરત મુછડિયાની બાજુમાં જ રહેતો તેનો કૌટુંબીક ભત્રીજો ભરત મુછડિયાને સાંજે પણ માથાકુટ થઈ હતી. ત્યારે બન્નેને તેના એક મિત્રએ છોડાવી ઘરે મોકલી દીધા હતાં. ત્યારબાદમાં રાત્રે ફરી થયેલી માથાકુટ જીવલેણ સાબિત થઈ હતી. ત્યારે પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
હ-ત્યાના બનાવ બાદ આજીડેમ પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન આ હ-ત્યામાં સંડોવાયેલા મૃ-તક ભરતનો કૌટુંબીક કાકા કે જે સગીર વયનો હતો અને તેને ક્રાઈમ બ્રાંંચની ટીમે મોડી રાત્રે સકંજામાં લીધો છે અને તેની પાસેથી હ-ત્યામાં વપરાયેલ છરી પણ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.