- હેમલતા બાગની બાજુમાં આવેલા જગતમામાના મંદિરમાં ચોરી
- નવા લગાડેલો ઘંટ, પંખો તેમજ રોકડ રકમની ચોરી
- મંદિરના પૂજારી પ્રદીપ ગિરિ દ્વારા પોલીસને કરાઈ જાણ
- ઘટનાની જાણ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી
અંજાર સ્વામિનારાયણ મંદિર નજીક અને યોગેશ્વર ચોકડી વચ્ચે આવતા હેમલતા બાગની બાજુમાં આવેલા જગતમામાના મંદિરમાં ચોરીની ઘટનાથી ચકચાર ફેલાઈ જવા પામી છે. હજારો લોકો જ્યાં પોતાની આસ્થા ધરાવે છે. તેમજ એવા માનીતા મંદિરે પરોઢ દરમિયાન ચોરીની ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. ચોરીમાં નવા લગાડેલો ઘંટ,પંખો તેમજ રોકડ રકમની ચોરી થવા પામી છે. આ દરમિયાન મંદિરના પૂજારીએ પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરવામાં આવેલ છે.
અનુસાર માહિતી મુજબ, અંજાર શહેરમાં સ્વામિનારાયણ મંદિર નજીક હેમલતા બાગની બાજુમાં આવેલા જગત મામાના મંદિરમાં ચોરીની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. મંદિર કે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવે છે, ત્યાં ગઈકાલે રાત્રે લગભગ ત્રણ વાગ્યાથી પરોઢ સુધીના સમયગાળામાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો.
મંદિરમાંથી તાજેતરમાં જ લગાવવામાં આવેલો નવા ઘંટ, પંખો અને રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. મંદિરના પૂજારી પ્રદીપ ગિરિ ગોસ્વામીએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ગોહિલે જણાવ્યું કે તેઓ ચોરીનો ભેદ જલ્દીથી ઉકેલશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સુગારીયા ખાતે એક સાથે સાત મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પી.આઇ. ગોહિલનું સન્માન કર્યું હતું.
અહેવાલ : ભારતી માખીજાણી