રશિયાના રાષ્ટ્રપતિ લાદીમીર પુતિને જણાવ્યું હતુ કે તેની પાસે આજે પણ સ્માર્ટ ફોન નથી ગત વર્ષે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેને સોશિયલ મીડીયાના નેટવર્કમાં જોડાવવાની કોઈ ‚ચી નથી ગત વર્ષે માર્ચ ૧૮ની ચૂંટણી માટે સીબીયામાં પરિવહન કરી કુર્ચાતોવ ન્યુકિલયલ રિસર્ચ સંસ્થાની મુલાકાતે આવેલા પુતિનને સંસ્થાના વડા મીખેઈલ કોવાલચુકે ભાષણમાં કે પુતિન કહે છે કે દરેક પાસે સ્માર્ટફોન છે. પણ મારી પાસે નથી. જેના મામલે આજે પુતિને ફરી ચોખવટ કરી હતી કે હું આજે પણ સ્માર્ટફોન નથી ધરાવતો.
ગત વર્ષે મને બાળકોની સ્કુલની મીટીંગમાં સોશિયલ મીડીયા સાથે જોડાવવાનું કહેવામાં આવ્યું હતુ ત્યારે પુતીને જણાવ્યું હતુ કે મારા સ્ટાફ મેમ્બર્સ ઓનલાઈન હોય છે. પરંતુ હું તેમાં રસ ધરાવતો નથી. તેમના પર વર્ષનાં વડાપ્રધાન દિમીત્રી મેદવેદેવ આઈફોન તેમજ અન્ય ગેજેટસ સાથે નજરે પડતા હોય છે. તેઓ સ્નેપશોટ અને ઈન્સ્ટાગ્રામ પણ પોતાનું પેજ પણ ધરાવે છે.
જોકે પુતિન સોશિયલ મીડીયા પર વિશ્ર્વાસ ધરાવતા નથી.તેનું કહેવું છે કે મને તે પસંદ નથી. પરંતુ હું કોઈને તેનો ઉપયોગ કરવાની મનાઈ કરતોનથી ગત વર્ષે પુતિને ઈન્ટરનેટ પર આરોપ લગાવ્યો હતો કે ઈન્ટરનેટ સીઆઈએનો ખાસ પ્રોજેકટ છે. અને અડધો અડધ પોનોગ્રાફી જ છે. ઈન્ટરનેટ પર ગમે તે મનફાવે તેવી પોસ્ટ મુકે છે અને આવી પોસ્ટ ઓનલાઈન કરતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. રશિયાએ ગત વર્ષે એલ ફેલ પોસ્ટ બદલ ૪૩ લોકોને જેલભેગા કર્યા છે. એક તરફ રશિયાની રાજનૈતિક ડિબેટ જીતનારા કેમ્લીન ક્રિટીક એલેકસર નાવાલ્ની લાઈવ વિડિયો શેર કરી વિજેતા થયા તો બીજી તરફ રાષ્ટ્રપતિ પાસે સ્માર્ટ ફોન જ નથી.