- નેત્રમ ખાતે ટ્રાફીક નિયમનની કામગીરી માટે પબ્લીક એડ્રેસ સીસ્ટમ કાર્યરત કરાઈ
- સાયબર ક્રાઇમની લોકોને વધુ જાગૃતિ આપવા માટેની આ PA સીસ્ટમ કાર્યરત કરાઈ
- ટ્રાફીકની કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે કાર્યવાહી કરવામાં આવનાર
ગાંધીધામ જીલ્લાના નેત્રમ (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ખાતે ટ્રાફીક નિયમનની કામગીરી માટે પબ્લીક એડ્રેસ સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. સીટી ટ્રાફીક પોલીસ, પોલીસ ઇન્સ્પેકટર, તથા પૂર્વ કચ્છ નેત્રમ, પોલીસ સબ ઇન્સ્પેકટર દ્વારા કાયદો અને ટ્રાફિક વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી પબ્લીક એડ્રેસ સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. તેમજ CCTV મારફતે ટ્રાફિક નિયમોને જાળવી રાખવા માટે તથા આ નિયમોના ભંગ બદલ ઈ-ચલણ આપવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત પોલીસ બંદોબસ્તના સારી રીતે અમલીકરણ માટે,સાયબર ક્રાઇમની લોકોને વધુ જાગૃતિ આપવા માટેની કામગીરી માટે આ પબ્લીક એડ્રેસ સીસ્ટમ કાર્યરત કરવામાં આવેલ છે.
પૂર્વ, કચ્છ-ગાંધીધામ જીલ્લાના નેત્રમ (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર) ખાતે ટ્રાફીક નિયમનની કામગીરી માટે પબ્લીક એડ્રેસ સીસ્ટમ (PA System) કાર્યરત કરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એ. વી. રાજગોર, મુખ્ય મથક, પુર્વ કચ્છ-ગાંધીધામના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ અને સીટી ટ્રાફીક પોલીસ ગાંધીધામ પોલીસ ઇન્સ્પેકટર વી.આર. પટેલ, તથા પૂર્વ કચ્છ નેત્રમ (કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર), પોલીસ સબ ઇન્સ્પેકટર જે. જી. રાજ દ્વારા ગાંધીધામ શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફીકના નિયમો અને ટ્રાફિક વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી વિશ્વાસ (VISWAS) પ્રોજેક્ટ હેઠળ શહેરમાં અલગ-અલગ સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લાગેલ છે.
આ સી.સી.ટી.વી. કેમેરા મારફતે ટ્રાફિક નિયમોને જાળવી રાખવા માટે તથા આ નિયમોના ભંગ બદલ ઈ-ચલણ આપવાની કામગીરી કરવામાં આવે છે. તે ઉપરાંત ગાંધીધામ અને આદિપુર શહેરમાં ટ્રાફીકની કામગીરી વધુ સારી રીતે થાય તે માટે સીટી ટ્રાફીક પોલીસ, ગાંધીધામ દ્વારા લોક ફાળાથી પબ્લીક એડ્રેસ સીસ્ટમ (PA System) કાર્યરત કરવામાં આવેલ છે. – આ પબ્લીક એડેસ સીસ્ટમ (PA System)મારફતે ટ્રાફીકનો નિયમોનો ભંગ કરતા વાહનોને ટ્રાફીક નિયમોના પાલન કરાવવા માટે,નો પાર્કીંગ એરીયામાં રાખવામાં આવતા વાહન ચાલકોને નિયમ મુજબ પોતાના વાહનો પાર્કીંગ કરવા માટે,શહેરના વધુ ટ્રાફીક વાળા અલગ અલગ લોકેશનો પર ટ્રાફીક જામ જેવી સમસ્યાઓના નિરાકરણ માટે,ટ્રાફીક ડ્રાઇવની મહત્વની કામગીરીની જાહેર જનતાને જાણ કરવા માટે,ટ્રાફીક અવેરનેર અને ટ્રાફીકના નિયમોના ભંગ બદલ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેની જાણકારી માટે,ટ્રાફીકના નિયમોની જાણકારી આપવા માટે,પોલીસ બંદોબસ્તના સારી રીતે અમલીકરણ માટે,સાયબર ક્રાઇમની લોકોને વધુ જાગૃતિ આપવા માટેની કામગીરી માટે આ પબ્લીક એડ્રેસ સીસ્ટમ (PA System) કાર્યરત કરવામાં આવેલ છે. જેના દ્વારા ગાંધીધામ-આદિપુરના ખુબ જ અગત્યના વધુ ટ્રાફીક વાળા સ્થળો ઉપર નેત્રમ દ્વારા એનાઉન્સમેન્ટ કરી ટ્રાફીકની કામગીરી વધુ સારી રીતે થઇ શકે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે.
અહેવાલ: ભારતી માખીજાણી