સારું સ્વાસ્થ્ય મેળવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જેના માટે એક્સરસાઈઝ, લાઈફ સ્ટાઈલમાં ફેરફાર અને ખાવા-પીવામાં પણ બદલાવ સાથે જિમમાં કલાકો પરસેવો પાડવો પડે છે. તમારી ઈમ્યુનિટીને વધારવા માટે તમારે દરરોજ આ 5 વસ્તુ દિવસમાં 1 વખત ખાશો તો તમે સ્વાસ્થ્ય રહેશો. જાણો કંઈ કંઈ વસ્તું છે…

RIpe Organic Garlicલસણની એક કળી=ભોજનમાં સ્વાદ વધારવા માટે આપણે લસણનો ઉપયોગ કરીએ છીએ જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જો તમે રોજ ખાલી પેટ લસણની એક કળી ખાશો તો તે તમારા શરીર માટે અમૃત સમાન કામ કરે છે. લસણમાં એન્ટી બાયોટિક, એન્ટી બેક્ટીરિયલ અને દર્દનિવારક ગુણો જોવા મળે છે. તેના સેવનથી બ્લડ સર્કુલેશનને નિયમિત કરે છે જેનાથી હ્રદયને લગતી બિમારી દૂર થાય છે.

1473837837elaichiસુગંધિત ઈલાયચી=સુગંધિત ઈલાયચીનો ઉપયોગ સ્વાદ અને સુંગધ માટે કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે દિવસમાં માત્ર 1 ઈલાયચી ખાવાથી તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. જેમાં એન્ટી-બેક્ટીરિયલ ગુણોને કારણે તે શ્વાસની દુર્ગધ દૂર કરવાનું કામ કરે છે. ઈલાયચી રેડ બ્લડ સેલ્સના નિર્માણમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. જે તમારી પાચનતંત્રની મજબૂત બનાવે છે. ઈલાયચી પ્રાકૃતિક રીતે ગેસને ખતમ કરે છે. જે પાચન વધારવા, પેટના સોજા અને હ્રદયની બળતરા ઘટાડે છે

sika tillirias e1422259701941અંજીર=અંજીર એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ગુણકારી ફળ છે, જેને સૂકવીને સુકામેવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ મેવામાં આયરન ખુબ જ મોટી માત્રામાં હોય છે. સાથે પ્રોટીન, ફેટ, ફાયબર, કેલ્શિયમ, ફોસ્ફોરસ, આયરન ખુબ જ મોટા પ્રમાણમાં હોય છે. અંજીર ખાવાથી પેટની બિમારી દૂર થાય છે. ગેસ અને એસીડિટીથી રાહત મળે છે. અંજીરમાં એન્ટી-ઓક્સડેન્ટ ગુણ પણ રહેલા છે જે શરીરમાંથી ફ્રી-રેડિકલ્સને દૂર કરવામાં મદદ કરી શકે છે.

pic 13 640x332અખરોટ=અખરોટ શરીર માટે ખુબજ ફાયદાકારક છે કેમ કે તેમાં ઘણી ગંભીર બિમારીઓ સામે લડવાની ક્ષમતા છે. નિયમિત રૂપે રોજ એક અખરોટનું સેવન કરવાથી એનર્જીનું સ્તર વધે છે અને જે શરીરમાં કેન્સર જેવી ઘાતક બિમારીઓ સામ લડવામાં મદદ કરે છે. અખરોટને બ્રેન ફૂડ પણ કહેવામાં આવે છે કેમ કે તેના સેવનથી મગજને ઉર્જા મળે છે.

khajur roj savareખજૂર=ખજૂરનું સેવન આમ તો સમગ્ર વર્ષ દરમિયાન કરી શકાય છે પરંતુ ગરમ તાસીરને કારણે શિયાળામાં ઉપયોગ વધી જાય છે. ખજૂરથી સેવનમાં ફેફસાંને શક્તિ મળે છે. શ્વાસના રોગમાં લાભ થાય છે. સાથે શક્તિ પ્રદાન કરનારા ખજૂર લોહીમાં વૃદ્ધિ કરે છે. ખજૂર માત્ર અસ્થમા જ નહીં પરંતુ લકવા અને છાતીના દુખાવાની ફરિયાદમાં પણ રાહત આપી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.