નાલંદાનો ઈતિહાસ ફરી વિસ્થાપીત કરવા આર્ટ ઓફ લીવીંગના શ્રીશ્રી રવિશંકરે બીડુ ઝડપ્યું: આધુનિક સ્કીલ, ભણતર અને આગવા કૌશલ્ય વિકસાવવા પ્રયાસ
આજે વિશ્ર્વ વિખ્યાત યુનિવર્સીટીઓ ૧૦૦થી વધુ વર્ષ જૂની છે. અને ભારતની પ્રખ્યાત યુનિવર્સિટી માત્ર વધુને વધુ એક દસકા જેટલો સમય થયો હશે અને બીજી બાજુ વિશ્ર્વના ઈતિહાસમાં પ્રખ્યાત ગણાય તેવી નાલંદા જેવી યુનિ. પણ ભારતનાં ભૂતકાળના ઉચ્ચતમ શિક્ષણનું ઉદાહરણ છે. આજના સમયમાં આ નાલંદાનો ઈતિહાસ ફરી વિસ્થાપીત કરવા માટે આર્ટ ઓફ લીવીંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીએ પોતાના શીરે લીધું છે. અને એની ઝલક એક માત્ર શ્રી શ્રી યુનિ. છે ઓડીસા ભુવનેશ્ર્વર ખાતે સ્થપાયેલ આ યુનિવર્સિટી ફકત પાંચ વર્ષનાં સમયગાળામાં ઘણા શિર્ષકો, એવોર્ડસ અને નામનાઓ હાંસલ કરેલ છે. આ યુનિ.નો મુખ્ય હેતુ યુવા વર્ગને પૂર્ણ શિક્ષીત બનાવવાનો છે. જેમાં આધુનિકથી આધુનીક સ્કીલ, ભણતર સાથે આગવા કૌશલ્યનો સમાવેશ થાય છે.
આજે શ્રી શ્રી યુનિ.એ વિશ્ર્વનો સૌથી ઉભરતી આવતી યુનિ. છે. શ્રી યુનિ.માં ૨૭ સ્ટેટથી અને વિશ્ર્વનાક ૧૪થી પણ વધુ દેશની વિદ્યાર્થીઓ ભણતર મેળવી રહ્યા છે. અને આ એક વાતાવરણ વિવિધતામાં એકતાનું એક ઉદાહરણ છે. કે જયાં લોકો એક બીજાની જીવન પ્રણાલી, પૃથા તથા ત્યોહાર ઉજવે છે અને આઈએસઓ ૨૨૦૦૦ સર્ટીફાઈડ કીચનમાં જયારે સમગ્ર વિશ્ર્વને એક સાથે ભારતીય ભોજન લેતા જોવાનો અનુભવ કંઈક અલગ જ છે. શ્રી શ્રી યુનિ.એ એક પ્રકૃતિક વાતાવરણમાં વિદ્યાર્થીને ભણતર, રમત ગમત, ધ્યાન તથા પોતાની જાતને સમજવાનો વિદ્યાર્થીને મોકો આપે છે. આ યુનિ.એ એક સાત્વીક જીવનશૈલીનું ઉદાહરણ છે કે જયાં વ્યાસનીક વસ્તુઓ દા‚ કે માસાહાર ભોજનનો સખ્ત વિરોધી કાયદાઓ છે અને આમ છતં વૈશ્ર્વીક મૂલ્યો અને ભણતરની પધ્ધતિ સાથે તો ખરો જ અને આજ કેમ્પસને મોસ્ટ હેપીએસ્ટ કેમ્પસનું ખીતાબ છે કે જયાં વિદ્યાર્થી સમયની સાથે નહી સમયને જીવે છે.
શ્રી શ્રી યુનિ. ઓડીસા સ્ટેટમાં ઓટોનોમસ બોડી ધરાવતી યુનિ. છે. આ યુનિ. અને યુનિ.માં ચાલતા અભ્યાસક્રમો સંપૂર્ણ પણે યુજીસી અને એઆઈસીટીઈ અને સીઓએ દ્વારા પ્રમાણીત છે. આ યુનિ. એઆઈયુનાં સદસ્ય હોવાની સાથે મીનીસ્ટ્રી ઓફ આયુશ, ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયા સાથે સંલગ્ન છે. આ યુનિ.માં મેનેજમેન્ટ, કોમર્સ, ગુડ ગર્વનર્સ અને પબ્લીક પોલીસી, યોગા તથા નેચરોપેથી, આર્કિટેકચર, તથા ટાઉન પ્લાનીંગ, ટ્રાવેલ અને ટુરીઝમ, એગ્રીકલ્ચર અને હોટીકલ્ચર, સંસ્કૃત આર્ટ, એનીમેશન, બી.એડ, બએબીએડ, મેથેમેટીક, કોમ્પ્યુટર, આર્ટ ડાન્સ સંગીત, જર્નાલીઝમ અને માસ મીડીયા કોમ્યુનિકેશન અને ફકત ભારતમાં નહિ પરંતુ એશીયામાં એક નવુ તમીમી કોગ એટલો ઓસ્ટીઓપેથી કે જેમાં કોઈપણ ઈન્સ્ટ્રુમેન્ટ કે દવા વગર નિદાન સંભવ થ, શકે તેવું ૨૧મી સદીનું અભ્યાસક્રમ આ યુનિ.માં આવી રહ્યો છે. અને રમત ગમતના ક્ષેત્રે ભારતની સાથોસાથ વિદ્યાર્થીને સ્પોર્ટસ મેનેજમેન્ટના વિષય પર સાથે આપવામા આવે છે.
આ યુનિ. સ્વચ્છ ભારત અભિયાન, ગ્રીન ઈન્ડીયા અને વુમન એમ્પાવરમેન્ટ એટલે કે મહિલા સશકિતકરણ જેવા મુદા પર કામ કરી રહી છે. ધ્યાન, સાધના અને યોગીક આસનો, પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા અને આ સિવાય પણ વિવિધ પ્રકારનાં જીવનલક્ષીના વર્ગો વિદ્યાર્થીને એક સંપૂર્ણ કારકીર્દી બનાવવામાં બહુજ આગવો ભાગ ભજવે છે.
તો આવી વિશ્ર્વસનીય યુનિ. કે જયા વિદ્યાર્થીનું ભારતીય મૂલ્યોની સાથે વેસ્ટર્ન ક્ધટ્રીનું એજયુકેશન મળે છે જયાં સમગ્ર વિશ્ર્વ એક જગ્યાએ જીવનને જીવતા જોવા મળે છે. એવી શ્રી શ્રી યુનિ.નો લાભ લેવા માંગતા વિદ્યાર્થી કે જે પોતાનું ભવિષ્ય એક વૈશ્ર્વીક લીડર તરીકે જોવા માંગે છે. તેવા વિદ્યાર્થી સંપર્ક કરી શકે છે. હેમાબેન મજીઠીયા, એમ્બેસેડર, શ્રી શ્રી યુનિ. ગુજરાત સ્ટેટ મો.નં. ૮૪૬૦૩૪૭૨૭૭ તથા યુનિ.ની વધુ માહિતી માટે સંપર્ક કૌશલભાઈ બોરીસાગર, પ્રોફેસર, શ્રી શ્રી યુનિ. કેમ્પસ, ભુવનેશ્ર્વર, ઓરીસા: ૯૮૯૮૦ ૬૩૧૯૩ તથા કોઈ પણ આર્ટ ઓફ લીવીંગના ટીચર કે વોલેન્ટીયરનો સંપર્ક કરી શકો છો આ યુનિ.ની વિગતો આપવા નરેન્દ્રભાઈ નથવાણી પણ હાજર રહ્યા હતા.