- સદભાગ્યે જાનહાની ટળી: ટ્રક સીધો કરવા ક્રેઇનની મદદ લેવાઇ
જામનગર શહેરના ગાંધીનગર પાછળ વેસ્ટ ટુ એનર્જી તરફ જતા કચરા ભરેલા ટ્રકે અચાનક ગુલાટ મારી જતા ભારે અફડાતફડી મચી ગઈ હતી જોકે ડ્રાઇવર સમય સૂચકતા દાખવી બહાર નીકળી જતા તેનો આકસ્મિક બચાવ થયો હતો. જે માટે ક્રેઈનની મદદ લેવાઈ હતી.
જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી નો પ્લાન્ટ આવેલો છે, જ્યાં કચરો પહોંચાડવા માટેનો એક ટ્રક આજે સવારે તેના ચાલકની બેદરકારી ના કારણે પલટી મારી ગયો હતો, અને સમગ્ર કચરો માર્ગ પર ઢોળાયો હતો. જોકે ટ્રકનો ચાલક સમય સૂચકતા વાપરીને તેમાંથી બહાર નીકળી ગયો હોવાથી તેનો બચાવ થયો હતો, જેની સાથે બેઠેલી અન્ય એક વ્યક્તિ પણ બહાર નીકળી જતાં કોઈને ઇજા કે જાનહાની થઈ ન હતી.
ટ્રક ને સીધો કરવા માટે ક્રેઇનની મદદ લેવાઈ હતી, તેમજ જેસીબી વગેરેની મદદથી માર્ગ પર પડેલો કચરો વગેરે એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
અહેવાલ: સાગર સંઘાણી