નફરત અને તંગદિલી ફેલાવવામાં અવ્વલ પાકને પ્રેમનો દિવસ વેલેન્ટાઈન ડે પણ ખુંચે છે. ત્યારે પાકે. વેલેન્ટાઈન ડેની ઉજવણી કરતા મીડિયા કવરેજ બતાડવાની પણ ના પાડી દીધી છે. તેમનું માનવું છે કે, આ પ્રકારની ગતિવિધિઓ ઈસ્લામિક ધર્મને ખિલાફ છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે એક નાગરિકની અરજીી વેલેન્ટાઈન ડેના ઉત્સવની ઉજવણી પણ પ્રતિબંધ મુકી દિધો છે. પાક. ઈલેકટ્રોનીક મીડિયા રેગ્યુલારીટી ઓોરીટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, ઈલેકટ્રોનિક કે પ્રિન્ટ મીડિયા કયાંય પણ વેલેન્ટાઈન ડેની ઉજવણી બતાડવામાં આવે નહીં.તમામ ટીવી ચેનલોને પણ તેની કડક સુચના આપવામાં આવી ચૂકી છે. વેલેન્ટાઈન ડેની ઉજવણી પર પ્રતિબંધ મુકવા ધાર્મિક પાર્ટીઓનું ભારણ હતું. તેમના આધારે પ્રેમ વહેંચવું લાગણી વ્યકત કરવું કદાચ ઈસ્લામીક ધર્મનું ઉલ્લંઘન છે. ત્યારે રાષ્ટ્રપતિ મમનુન હુસૈને પણ વેલેન્ટાઈન ડેનો પ્રચાર નહીં કરવા તેમજ પશ્ર્ચિમી સંસ્કૃતિને ન સ્વીકારવા અપીલ કરી છે.
કારણ કે વેલેન્ટાઈન ડેને આપણી સંસ્કૃતિ સો કોઈ સંબંધ ની માટે તેની અવગણના કરવી જોઈએ. આ પૂર્વ પણ જમાત એ ઈસ્લામી જેવી મુસ્લિમ પાર્ટી દ્વારા પ્રેમના દિવસ એટલે કે, વેલેન્ટાઈન ડેનો વિરોધ કરવામાં આવ્યો હતો.