તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકા તથા ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી. વડોદરા નાં સંયુક્ત ઉપક્રમે વોટર વર્કસ, કાર્યપાલક ઇજનેરશ્રી વી.સી.રાજ્યગુરૂ ના માર્ગદર્શન હેઠળ ક્લોરીન ગેસની વોટર ટ્રીટમેન્ટમાં ઉપયોગીતા જેવી કે પાણીમાં રહેલ વાસ તથા નરી આંખે સ્વચ્છ દેખાતા પાણીમાં યોગ્ય પ્રમાણમાં ક્લોરીન ઉમેરી પાણીને જંતુમુકત કરવા માટે તથા ક્લોરીન ગેસના સલામત ઉપયોગ અંગેના માર્ગદર્શન આપવા માટે એક સેમીનાર યોજાઇ ગયો.
આ સેમીનારમાં ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લી. વડોદરા ના શ્રી અમીત .બી.પટેલ દ્વારા ક્લોરીનનાં ગુણધર્મો, ક્લોરીન સંયોજનો અને ક્લોરીનેશનના પ્રકારો, રેસીડ્યુઅલ ક્લોરીનની માત્રા નકકી કરવાની પધ્ધતીઓ તથા કે.જે.પટેલ દ્વારા ક્લોરીન સંચાલન તેમજ સલામતીના પગલા માટે ક્લોરીન અને તેના સંયોજનોનો સંગ્રહ, ક્લોરીન પુરો પાડતા સાધનોનો ઉપયોગ તથા સાચવણી વિ. જોખમી પરીબળોની વિસ્તૃત ચર્ચા કરી પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહીતી આપેલ. સામાન્ય તાપમાને અને દબાણે ક્લોરીન ગેસ ઘણો જ ઝેરી વાયુ છે. ૧૦૦૦ પીપીએમ થી વધારે પ્રમાણ વાળા ક્લોરીન મીશ્ર હવા શ્વાસમાં જવાથી વ્યક્તિનુ મૃત્યુ નીપજી શકે છે. ક્લોરીન તીવ્ર ગંધ ધરાવે છે. તેની ગંધથી નાક તથા ગળામાં ચચરાટ થાય છે. પરંતુ ક્લોરીનનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે તો શ્રેષ્ટ સાબીત થાય છે. ક્લોરીન ગેસ લીકેજ કે તેમનો અયોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય તો તે ઘણો જ ઘાતક સાબીત થઇ શકે છે.
આ સેમીનારમાં રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેરશ્રી, ડે.એક્ઝી.એન્જી. શ્રી, મદદનીશ તથા અધીક મદદનીશ ઇજનેરશ્રીઓ, ફિલ્ટર પ્લાન્ટ તથા પમ્પીંગ સ્ટેશનો પરના ઓપરેટરશ્રીઓ, હેલ્પરશ્રીઓ, સંકળાયેલ O & M એજન્સીઓના કર્મચારીઓ તેમજ વિ. હાજર રહી માર્ગદર્શન લીધેલ. ભવિષ્યમાં ક્લોરીન ગેસ દ્વારા અકસ્માત ન થાય તેની સાવચેતીના ભાગરૂપે પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન પી.ટી.રાંદેરીયા દ્વારા ન્યારી પ્લાન્ટ પર બતાવવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિતરીત થતુ પાણી ગુણવતાની દ્ર્ષ્ટીએ શ્રેષ્ટ છે. આ શ્રેષ્ટતામાં પણ વિશેષ સારૂ પરીણામ આપી શકાય તે માટે આ સેમીનારનુ આયોજન કરવામાં આવેલ આ સેમીનાર સફળ બનાવવા માટે શ્રી કે.એ.મેસ્વાણી, શ્રી એચ.સી.નાગપરા, મયુરભાઇ રાઠોડ, કલ્પેશભાઇ વ્યાસ તથા શ્રી અજયસિંહ જાડેજા એ જહેમત ઉઠાવેલ.