જુડવાં બાળકથી બે ગણી ખુશી=પ્રેગ્નેન્સી દરમિયાન ખાવાપીવા ઉપરાંત દરેક બાબતમાં વધુ ધ્યાન રાખવું જરૂરી છે. જો જુડવાં બાળક થાય છે તો ખુશી બે ગણી થઈ જાય છે. પ્રેગ્નેન્સી દરમિયાન તમારી બોડીમાં કેટલાક ફેરફારો આવે છે જે જણાવે છે કે તમારા ગર્ભમાં જુડવાં બાળકો છે.
મોર્નિંગ સિકનેસ વધારે થશે =પ્રેગ્નેન્ટ મહિલાને મોર્નિગ સિકનેસ વધુ થાય છે. મહિલા કે જેને જુડવાં બાળકો થવાના છે તેને અન્ય ગર્ભવતી મહિલાઓની સરખામણીમાં મોર્નિગ સિકનેસનો અનુભવ વધારે થાય છે. જુડવાં બાળકોની સ્થિતિમાં 50 ટકાથી વધ મહિલાઓ પોતાની ગર્ભવસ્થાના પ્રાથમિક તબક્કામાં જ ઉલટી અને અને શરીરમાં થતા ફેરફારનો અનુભવ થવા લાગે છે.
વધી રહેલું વજન અને ભૂખ =જુડવાં ગર્ભવસ્થાની અવસ્થામાં વજન નોર્મલ ગર્ભાવસ્થા કરતા વધુ હોય છે. બે બાળકો બે પ્લાસન્ટા અને અધિક એમનિયોટિક લિક્વિડ સાથે થાય છે. આ ઉપરાંત નોર્મલ પ્રેગ્નેન્સીમાં મહિલાની તુલનામાં વધુ ભૂખ લાગે છે.
ગર્ભાશયનો આકાર અને જલદી ડિલિવરી=જો કોઈ પ્રેગ્નેન્ટ મહિલાના ગર્ભાશયનો આકાર વધી રહ્યો છે તો તેના ગર્ભમાં બે ભ્રૂણ હોવાનો સંકેત છે. પેટનો આકાર જોઈને અંદાજ લગાવી શકાય છે કે ગર્ભમાં જુડવાં બાળકો છે. પતિ અને પત્ની બંનેમાંથી કોઈ એક જુડવાં બાળક હોય છે તો તેમને જુડવા સંતાન થવાની સંભાવના વધુ રહે છે.