જૂનાગઢની બહાઉદ્દીન આર્ટસ કોલેજ દ્વારા ૨૪ અને ૨૫ માર્ચે આયોજીત ઈનોવેટિવ રીસર્ચ ઈન ફિઝીકલ એજયુકેશન વીથ ઈન્ટર ડિસીપ્લીનરી એપ્રોચીસ વિષયની કોન્ફરન્સમાં ૨૦૦થી વધુ પ્રેઝન્ટેશન થશે
બહાઉદ્દીન આર્ટસ કોલેજ, જૂનાગઢ દ્વારા ઈનોવેટીવ રીસર્ચ ઈન ફિઝીકલ એજયુકેશન વીથ ઈન્ટર ડિસીપ્લીનરી એપ્રોચીઝ ઉપર સ્પોન્સર્ડ ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન આગામી તા.૨૪-૨૫ માર્ચ ૨૦૧૭ના રોજ કરેલ છે. સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ વખત શારીરિક શિક્ષણ વિષયની ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવાનો શ્રેય ગુજરાતની ૧૧૫ વર્ષથી વધારે જૂની ઐતિહાસિક દરજજો ધરાવતી બહાઉદ્દીન કોલેજને જાય છે.
શારીરિક શિક્ષણ દરેક વિષય સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. જેના પર સંશોધન કરવા યુજીસી દ્વારા ભાર મુકવામાં આવેલ છે. જેને ધ્યાનમાં રાખી દરેક વિષયો અને તમામ વિદ્યાશાખાના સંશોધકો આંતરવિદ્યાકીય અભિગમ સાથેના તેમના સંશોધન રજુ કરી શકે તેનું ધ્યાન રાખવામાં આવેલ છે. ઓલમ્પીક રમતોના ઉદભવ સ્થાન એથેન્સથી પધારેલ કોન્ફરન્સના કી નોટ સ્પીકર હેકટર કાટસરોસ ડેલીગેટસને ખાસ માર્ગદર્શન આપશે. ઉપરોકત કોન્ફરન્સમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, પંજાબ, જમ્મુ-કાશ્મીર, હરીયાણા, દિલ્લી, કર્ણાટક, ઉતરપ્રદેશ વિગેરે રાજયોમાંથી સંશોધકો સંશોધનપત્રો રજુ કરનાર છે.
ઉપરોકત કોન્ફરન્સની કમીટીના પ્રેસીડેન્ટ અને કોલેજના પ્રિન્સીપાલ ડો.કાંતિલાલ ટીલવા, ઓલમ્પીક રમતોના ઉદભવ સ્થાન એથેન્સથી પધારેલ કોન્ફરન્સના કી નોટ સ્પીકર હેકટર કાટસરોસ, ઓર્ગેનાઝીંગ કમિટીના વાઈસ પ્રેસીડેન્ટ ડો.વિશાલ જોષી, ડો.જયસિંહ ઝાલા, ચેરમેન ડો.પુનિત તેરૈયા,વાઈસ ચેરમેન ડો.અરવિંદ સરવૈયા, સેક્રેટરી ડો.મિનાક્ષી પટેલ, કો.સેક્રેટરી પ્રો.ફાલ્ગુન પટેલ, ડો.રાજદીપસિંહ જાડેજા, કમીટી મેમ્બર ડો.અલ્કા જોષી, ડો.મંજુદાન ચારણ, ડો.જશવંતી ચિત્રોડા, પ્રો.મહિપાલસિંહ જાડેજા, પ્રો.અંકિતા માંડવીયા વિગેરેએ પ્રેસની મુલાકાત લીધી હતી.