વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો પર્વ જેમાં પ્રેમની અભિવ્યક્તિએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે પરંતુ એક આધુનિક માન્યતા અનુસાર અહિં માત્ર ઓપોઝીટ જેન્ડરનો પ્રેમને જ મહત્વ આપવામાં આવે છે પરંતુ સંત વેલેન્ટાઇનનો પ્રેમનો સંદેશો સૌ કોઇ માટેનો છે. અને આજે વેલેન્ટાઇન વિકનો બીજી દિવસ એટલે પ્રપોઝ ડે જેમાં તમે માત્ર તમારી પ્રેયસી કે પ્રીયતમ સમક્ષ તમારા પ્રેમની અભિવ્યક્તિ ન કરતાં જીવનમાં રહેલા અન્ય મહત્વનાં સંબંધો સમક્ષ પણ તેના પ્રત્યેની લાગણીને વ્યક્ત કરો તેવી કંઇક વાત કરવાના છીએ…..
સંબંધોની વાત કરીએ તો સૌ કોઇનો જીવનમાં પ્રેમ ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે. અને એમાં પણ પહેલો પ્રેમ એ તો જીવનની પુંજી જેવો બેશ કિંમતી હોય છે ત્યારે જો દિકરીની વાત કરીએ તો તેનો પહેલો પ્રેમ એટલે તેનાં પિતા. દરેક દીકરી માટે તેના પિતા એટલે એક હિરો. અને એ જ રીતે પુત્રને માટે તેનો પહેલો પ્રેમ એટલે તેની માતા. એવી જ રીતે વાત કરીએ મિત્રતાની તો ભાઇ-બહેનનાં સંબંધો એટલાં તો ગાઢ હોય છે કે જીવનનાં પ્રથમ મિત્ર તરીકે તેને વર્ણવી શકાય છે. સ્કૂલથી લઇ જીવનની સુખ-દુ:ખની આપવિતી ભાઇ-બહેનને કહ્યા વગર નથી રહી શકતો કે બહેન ભાઇથી નથી છુપાવી શકતી.
ત્યાર બાદ જીવનમાં આવે છે અનેક એવા મિત્રો જે જીવનભરની દોસ્તી નિભાવે છે. અને એ મિત્રો જીવનની તમામ સારી નરસી ઘટનાનાં હમરાઝ બને છે. જીવનનો સૌથી મહત્વનો સંબંધ એટલે હમરાહી જેની સાથી જીવવા મરવાનાં પ્રોમીસીસ થતા હોય છે. અને તેને આપણે લાગણીની પરિભાષામાં સોલમેટ કહીએ છીએ. જે માત્ર જીવનની બનતી ઘટનાઓ કે સુખ દુ:ખનાં સદ્ભાવી નથી હોતી પરંતુ એ વ્યક્તિ સાથે આત્મા અને શરીર બનેથી જોડાયેલાં હોઇએ છીએ ત્યારે જીવનના આ તમામ મહત્વનાં સંબંધોને જીવનભર નીભાવવાનું પ્રપોઝલ આપણે આપ્યા વગર કેમ રહેવું ?