શરુઆતમાં શોધાયેલ ચશ્મા નાકની દાંડીનાં મોહતાજ ન હતા. ચશ્માનો આકાર આજનાં જેવો ન હતો. એટલે કાનની પકડથી પણ ચશ્મા દૂર હતા. ઝીણા અક્ષરો વાંચવા માટે મેગનિફાઇ ગ્લાસનો ઉપયોગ થતો. આ ગ્લાસની સાથે દોરી બાંધીને તેને ગળામાં ટીંગાડી રાખવામાં આવતી. જરુર પડે ત્યારે ભારે એ ગ્લાસને લખાણ અને આંખની વચ્ચે યોગ્ય અંતરે રાખીને ઝીણું લખાણ વાંચવામાં આવતુ.
બ્રિટિશરોએ આવી દોરીથી બાંધેલા મેગ્નીફાઇ ગ્લાસને એક ગોળ ફ્રેમમાં ફીટ કરાવી એને એક આંખ બંધ કરી ત્યાં ગોઠવીને પછી આંખ ખોલી નાંખતા આથી એ એક આંખવાળી ફ્રેમ ભ્રમર અને ગાલનાં ઉપસેલા ભાગ વચ્ચે બંધ બેસી જતી. જ્યારે જરુરીયાત પુરી થતા એક આંખ પ્રયત્ન પૂર્વક બંધ કરતા જ એ ફ્રેમ એ સ્થાનેથી અલગ થઇ જતી. ઘણી શ્ર્વેત-શ્યામ ફિલ્મોમાં આવા દ્રશ્યો અવાર-નવાર જોવા મળતા.
સૈનિકો નામના એક રોમેનીયને મેગ્નિફાઇ ગ્લાસનો ઉપયોગ વડે એક આખુ પુસ્તક વાંચ્યું હતું. જો કે ૧૨૮૫માં વેનીસનાં એક સંશોધકે જેને ખરેખર ચશ્મા કહી શકાય એવી ડિઝાઇન બનાવી હતી. વિક્ટોરિયા ટબાચી નામનો એ સંશોધક એટલે વિશ્ર્વ પ્રસિધ્ધ ચશ્મા કંપની ‘સફીર્લોનો માલિક.
ખરા અર્થમાં ચશ્માનો વ્યવસ્થિત ઉ૫યોગ અને વિકાસ સોળમી સદીમાં શરુ થયો. આ વિકાસ યાત્રામાં ચશ્માની ફ્રેમની વિવિધતા અંગે ખૂબ સંશોધનોનો પણ મહત્વનો ફાળો રહ્યો. વૃધ્ધ વ્યક્તિ આંખોની દ્રષ્ટી એગજેસ્ટ કરવા માટે સાદી અને હળવી ફ્રેમના ચશ્મા જરુરીયાત મુજબ પહેરે છે તો યુવા વર્ગમાં ચશ્માને ફેશન ગણીને ડિઝાઇનર ફ્રેમનો ક્રેઝ જોવા મળે છે. ધનિક વર્ગ ઘડિયાળ, બોલપોઇન્ટ પેન, ટાઇપીન જેવી વસ્તુમાં સ્ટેટ્સ મુજબ ખર્ચ કરે છે એમ ચશ્માની ફ્રેમોને પણ ફેશન સાથે જોડીને વિવિધ પ્રકારનાં વસ્ત્ર પરિધાન સાથે વિવિધ આકાર, કલર અને સ્ટાઇલીસ્ટ ચશ્મા પસંદ કરે છે.
ઉદ્યોગપતિઓ સોનાની ફ્રેમનાં ચશ્માને સ્ટેટ્સ સિમ્બોલ તરીકે મૂલવતાએ જમાનો પણ ચશ્માની દુનિયામાં જોવા મળતા આજે હળવી અને પાતાળ પર બનાવેલી ફ્રેમનો ક્રેઝ છે. ફ્રેમ લેસ ચશ્મા પણ હાલમાં ખૂબ જ પહેરાય છે. ફ્રેમના વૈવિધ્યની સાથે ચશ્માનાં ગ્લાસમાં પણ ખૂબ વૈવિધ્ય જોવા મળે છે.એક જમાનામાં સૂર્યનાં તડકામાં સફેદ ગ્લાસ બ્લેક બની જાય એવા ડે એન્ડનાઇટ વર્જનની બોલબાલા હતી. જો કે એવા ગ્લાસ ખાસુ વજન ધરાવતા હતા. સીતેરનાં દશકમાં હોલીવુડ અને બોલીવુડ ગોગલ્સનો ટ્રેન્ડ જોવા મળતો.
ગાંધીજીનાં ગોળ ફ્રેમ વાળા સાદા ચશ્મા એમની ઓળખ બની ગઇ છે. તામિલનાડુનાં રાજકરણમાં એમ.જી.રામ ચંદ્ર અને કરુણાનિધી તેમના કાળા કાચ વાળા ગોગલ્સ પહેર્યા વીના ભાગ્યે જ જોવા મળતા.
દક્ષિણનાં સુપર સ્ટાર રજનીકાંતની ચશ્માંને હાથોમાં ફેરવીને રમાડીને પહેરવાની સ્ટાઇલને તેમના ચાહકો અનુસરતા. ફિલ્મોમાં યુવાન હિરોઇનને પાકર વયની દર્શાવવા માટે મોટી ફ્રેમ વાળા ચશ્મા પહેરાવી દેવામાં આવતા. દિવસે આઉટડોર શૂટીંગ દરમિયાન ગોઠવેલા સંખ્યાબંધ સન લાઇટ રિફલકેર અને ઇરડોર શૂટીંગમાં આંખો આંજીનાંખતી સ્પોટ લાઇટોનાં કારણે અમુક વર્ષો પછી ફિલ્મી કલાકારોમાં આંખોની કિડી પહોળી થઇ જવાની સમસ્યા સર્જાતી હોય છે. આના કારણે રાત્રે થતી પાર્ટીઓ કે ફિલ્મ સમારંભોમાં ઘણા-કલાકારોને રાત્રે પણ ગ્લાસનાં ગોગલ્સ પહેરવા પડે છે.
ચશ્માની દુનિયા હવે રંગીન બની ગઇ છે. રેકડીમાં મળતા પચાસ-સો રુપિયાનાં ચશ્માથી માંડીને ચશ્મા માટેના જ ખાસ શો રુમમાં વેંચાતા લાખો રુપિયાની કિંમતનાં ચશ્મા લોકો ઉત્સાહ જેવી દેખાઇ છે એવી જ દુનિયા પાંચ-પચ્ચીસ હજારની કિંમતના ચશ્માથી પણ એવી જ દેખાય છે. સાચી દ્રષ્ટિ મોંઘા ચશ્મામાંથી દેખાતી આંખોમાં નહીં પણ મનો ચક્ષુમાં રહેલી હોય છે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ.
આંખમાં મોતિયો હોય તો ઘૂંઘળુ જ દેખાવાનું છે. ખોટા નંબરનાં ચશ્મા વાસ્તવિક દુનિયા નથી દેખાડી શકતા એજ રીતે ખોટી દ્રષ્ટિ પણ સાચી સૃષ્ટિનાં અનુભવથી જોજનો દૂર રાખે છે.