- સોમનાથ શંખ સર્કલ સામેના દબાણો પર તંત્રનું બુલડોઝર
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરાઇ
- 12 જેટલા આસામીઓને નોટિસો ફટકારાઇ
ગીર સોમનાથ જિલ્લા મા ફરી એક વખત તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સોમનાથના રેલવે સ્ટેસન નજીક લાંબા સમયથી સરકારી જમીન પરના દબાણો હતા। જે દબાણો જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી દૂર કરવાની કામગીર હાથ ધરાઇ છે. 12 જેટલા આસામીઓને નોટિસો આપવામાં આવી હતી. અહીં આવેલ રહેણાકીય મકાનો તેમજ અન્ય દબાણ દૂર કરવા વેરાવળ એસડીએમ, મામલતદાર અને કર્મચારીઓ પોલિસ કાફલા સાથે પહોંચ્યા હતા. પાંચ JCB અને 10થી વધુ ટ્રેક્ટરો સાથે ત્રાટકયા હતા. અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ છે.
અનુસાર માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વખત તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ હાથ ધરવામાં આવી છે. સોમનાથ નજીક આવેલા રેલવે સ્ટેસન નજીક લાંબા સમયથી સરકારી જમીન પરના દબાણો હતા જે દબાણો જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી દૂર કરવાની કામગીર હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત 12 જેટલા આસામીઓને નોટિસો બજાવવામાં આવી હતી. અહીં પર રેહેણાકીય મકાનો અને અન્ય દબાણ હતા. જે દબાણો દૂર કરવા વેરાવળ એસડી એમ ,મામલતદાર અને કર્મચારીઓ મોટા પોલિસ કાફલા સાથે 5 JCB અને 10થી વધુ ટ્રેક્ટરો સાથે ત્રાટકયા હતા અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ હાલ દબાણ દુર કરી ફેન્સીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે .
અહેવાલ : અતુલ કોટેચા