અમદાવાદ સ્થિત આશ્રમમાં સુરતની યુવતી પર બળાત્કાર ગુજારવાનો આરોપ; હાલ રાજસ્થાનની જોધપુર જેલમાં આસારામ બંધ
પોતાની જાતને ગોડમેન માનતા આશારામની આજે વિડીયો કોન્ફરન્સ થકી ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. ઉલ્લેખનીય છે કે સુરતની એક મહિલા દ્વારા આસારામ પર બળાત્કારનો આરોપ મૂકાયો છે. જેની સજાના ભાગરૂપે આસારામ હાલ રાજસ્થાનમાં જોધપુર જેલમાં બંધ છે.
અમદાવાદમાં આશારામના આશ્રમમાં સુરતની એક યુવતી રહેતી હતી જેણે આસારામ પર આરોપ મૂકયો છે કે આસારામે આશ્રમમાં એકથી વધુ વખત તેના પર બળાત્કાર ગુજાર્યો છે. આ ઉપરાંત આસારામ વિરૂધ્ધ રાજસ્થાનના જોધપુરમાં પણ એક રેપ કેસ નોંધાયો છે. આસારામ વિ‚ધ્ધ માર્ચ ૨૦૧૬માં અકેશન લેવાયા હતા જેના પગલે હાલ રાજસ્થાનની જોધપૂર જેલમાં બંધ છે.
આજથી બે દિવસ સુધી ગુજરાત હાઈકોર્ટના એડીશનલસેશન્સ જજ રાશીદા વોરા સુનાવણી કરશે. આસારામે હાઈકોર્ટમાં હાજર ન રહેવા અને સુનાવણી વીડીયો કોન્ફરન્સથી કરવા અપીલ કરી હતી. જે માંગણીને સ્વિકારી કોર્ટે વીડીયો કોન્ફરન્સથી સુનાવણી કરવાની છૂટ આપી હતી.
આસારામના વકીલ બીએમ ગુપ્તાએ કહ્યું છે કે, આજે અને કાલે એમ બે દિવસ સુધી વિડિયો કોન્ફરન્સ થકી સુનાવણી ચાલશે આ દરમિયાન ૨૬ વીટનેસીસ વીડીયો કોન્ફરન્સ થકી જોડાશે. રાજસ્થાનની જોધપુર જેલ માંથી વિડિયો કોન્ફરન્સ કરાશે.
આસારામ પર બળાત્કારના એક કરતા વધુ આરોપો છે. આશ્રમમાં રહેતી મહિલાઓનું યોન શોષણ કરવા મામલે ફરિયાદના આધારે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
આ ઉપરાંત, પીડીતાના પરિવારજનોએ થોડા માસ પહેલા ફરિયાદ નોંધાવી હતી અને બળાત્કારનો કેસ કરવા બદલ આસારામે તેમને જલીલ કરવાનો પ્રયાસ કર્યો છે તેમ આરોપ મૂકયો હતો.