ગીર સોમનાથ જીલ્લા ના ઉના તાલુકા ના અમોદ્રા ગામે સિંહો પરિવાર ના છેલ્લા ૩ મહિના ધામા કરીને રહે છે . સિંહો ના વસવાટ થી ગામજનો ને ખેતરો માં થઇ રહેલ જંગલી ભૂંડ , નીલગાયો ના ત્રાસ થી છુટકારો મળ્યો છે પણ ગેરકાયદેસર સિહ દર્શન કરાવનાર લોકો થી ગામલોકો નારાજ છે . તંત્ર યોગ્ય પગલા લે તેવી માંગ કરેલ છે.
સામાન્ય રીતે સિહ વાડી વિસ્તાર માં હોય તો વાડી માલિક તેમજ આજુ બાજુ ના લોકો માં ભય નો માહોલ જોવા મળે છે.પરંતુ ગીર સોમનાથ જીલ્લા ના ઉના થી ૫ કિમી દુર આવેલ અમોદ્રા ગામ ના ખારા વિસ્તાર માં દડવા રાંદલ ના મંદિર પાસે ૮ થી ૯ સિંહ પરિવારો અને સિંહો વસવાટ કરે છે .. સિંહો ના આવવાથી ખેડૂતો ના ખેતર માં રહેલા ઉભા પાક ને જંગલી ભૂંડ અને નીલ દ્વારા થતા નુકસાન અટક્યું છે. તેથી સિંહ પરિવાર અહી જ કાયમી વસવાટ કરે તેવી અમોદ્રા ગ્રામજનો ની લાગણી છે. પરંતુ રાત્રી દરમિયાન બહાર ગામ ના લોકો દ્વારા સિંહો ને ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવા માટે બોલાવવામાં આવે છે અને હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવી ફરિયાદ ઉઠવા પામી છે અને તેનાથી ગ્રામજનો ને સિંહો હુમલા કરે તેવી ભીતિ સેવાય રહી છે. તેથી અહી વન કર્મી ની નિમણુક કરવામાં આવે એવી માંગ કરી છે.
ગીર વિસ્તાર માં સિંહો ને જરૂરી ખોરાક ના મળતો હોય એટલે તેઓ જંગલ વિસ્તાર છોડી ને નજીક ના ગ્રામ્ય વિસ્તાર માં આવી ચડે છે જ્યાં તેમને સહેલાય થી રખડેલ ઢોર અને નીલ ગાયો મળી રહેતા હોવાથી પડ્યા પાથર્યા રહે છે . અને વાડી વિસ્તાર માં પાણી પાવના હવેડા પણ મળી રહે છે. પરંતુ ગેર કાયદેસર સિહ દરસન કરાવવા માટે લોકો ને અહી બોલાવવામાં આવી રહ્યા છે jenathi તેમની સલામતી અહી એક સવાલ બની રહે છે.