આજે ઈન્ડિયા અને આફ્રિકા વચ્ચે રમાશે 3જો વન ડે. ભારતીય ટિમ આજે સાઉથ આફ્રિકા સામે ત્રીજી વનડે મેચ રમવા ઉતરશે તો તેમની નજર ઐતિહાસિક લીડ મેળવવા પર રહેલી હશે. ભારત ડર્બન અને સેન્ચુરીયનમાં પ્રથમ બે વન ડે ક્રમશ: છ અને નવ વિકેટથી જીતી છ મેચની સીરીઝમાં ૨-૦ ની લડી બનાવી ચુકી છે. આ અગાઉ બે વખત (૧૯૯૨-૯૩ અને ૨૦૧૦-૧૧) સાઉથ આફ્રિકામાં વનડે સીરીઝમાં બે-બે મેચ જીતી ચુક્યું છે. ૨૦૧૦-૧૧ માં ભારત ૨-૧ ની લડી મેળવ્યા બાદ ૩-૨ થી સીરીઝ ગુમાવી બેઠી હતી.
આફ્રીકન ટીમ આ સમયે ઈજાઓથી મુશ્કેલીમાં છે અને તેના કારણે ભારતની પાસે પ્રથમ વખત સાઉથ આફ્રિકામાં કોઈ વનડે સીરીઝમાં ત્રણ મેચ જીતવાની તક હશે. નિયમિત કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ ઈજાના કારણે વનડે અને ટી-૨૦ સીરીઝથી બહાર થઈ ચુક્યા છે જયારે એબી ડી વિલિયર્સ ત્રણ વનડેથી બહાર છે. જયારે હવે વિકેટકીપર કિવન્ટન ડી કોક પણ ઈજાગ્રસ્ત હોવાના કારણે સીરીઝથી બહાર થઈ ગયા છે.
આફ્રિકન ટીમે તેમની કોઈ વિકેટકીપરને ટીમમાં સામેલ કર્યા નથી પરંતુ હેનરીક ક્લાસેન ટીમમાં છે અને તેમનું ડેબ્યુ નક્કી છે. ક્લાસેન સાઉથ આફ્રિકાના ઘરેલું ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને ટીમે તેમનાથી સારા પ્રદર્શનની આશા છે. ડી કોક ભારત સામે છેલ્લી ૮ ઇનિંગમાં એક વખત પણ ફિફ્ટી ફટકારી શક્યા નહોતા. સાઉથ આફ્રિકાના બીજા ખેલાડીઓ પ્રદર્શન બહુ ખાસ રહ્યું નથી. તે ભારતીય ટીમના બે સ્પિનરો સામે લાચાર જોવા મળી રહી છે. ભારત તરફથી યુજ્વેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવે બે મેચમાં શાનદાર પ્રદર્શન કુલ ૧૩ વિકેટ લીધી છે.
ભારત બંને મેચમાં જીત મેળવી ચુકી છે. તેના કારણે પ્લેઇંગ ઈલેવનમાં ફેરફાર થાય તેવું દેખાય રહ્યું નથી. સાઉથ આફ્રિકા આઈસીસી રેન્કિંગમાં બીજા ક્રમ પર આવી ગઈ છે, પરંતુ આ મેચમાં જીત મેળવશે તો તે ફરીથી ટોપ પર આવી જાશે.