હવે જિંકલ મહેતા રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી મીસ ટીનેજ સ્પર્ધામાં ભાગ લેશે. ઓન્ટારીઓની ૧૭ યુવતિઓ પૈકીની એક હતી. કિંજલનો મસી ટીનેજ કેનેડામાં ભાગ લેનારી સાત યુવતિઓમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મીસ ટીનેજ પીલ ૨૦૧૮ની સ્પર્ધામાં સ્વીમસૂટ, ઇવીગ ગાઉન, ફોટોજેનિક, પર્સનલ ઇન્ટરવ્યુ અને વર્તણુંકના આધારે પસંદગી થઇ છે. આ ગુજરાતી યુવતિ ટોરેન્ટો યુનિવસીટીમાં બેચલર ઓફ સાયન્સ સાયકોલોજીનો અભ્યાસ કરી રહી છે. જિંકલના માતાપિતા દિપ્તી અને હિતેશ મહેતાએ તેમની દીકરીને આ સ્પર્ધા માટે પ્રોત્સાહીક કરી હતી તેમના માતા-પિતા સન્ડે એજયુકેશન સ્કુલ બ્રેમટન ચલાવે છે.
જિંકલ મહેતા ભારતના જન્મી છે. અને ૧પ વર્ષ થી કેનેડામાં રહે છે. જિંકલ મહેતાએ છ વર્ષ સુધી ભારતીય શાસ્ત્રીય નૃત્યની તાલીમ લીધી છે. અને ત્યાર બાદ તે જુદા જુદા સ્ટેજ શો પર પફોર્મ કરી રહી છે. સ્કુલમાં અભ્યાસ દરમ્યાન તે બેડમિંટન સ્પર્ધામાં ભાગ લઇને વિનર બની ચુકી છે. યુનાઇટેડ નેશન્સની કોન્ફરન્સોમાં પણ જિંકલે ભાગ લીધો છે.