એસીબીના અધિક નિયામક હસમુખ પટેલ (આઈપીએસ) રહ્યા ઉપસ્થિત
લાંચ રૂશ્વત વિરોધી બ્યૂંરો ગુજરાત રાજય અમદાવાદનાં અધિક નિયામક હસમુખ પટેલ આઈપીએસના અધ્યક્ષ સ્થાને આત્મીય કોલેજના ઓડીટોરીયમમાં એન્ટી કરપ્શન બ્યુરોની કામગીરીની જાણકાર માટે તથા ભ્રષ્ટાચાર નાબુદ થાય તે અંગે લોક દરબારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે હસમુખ પટેલે જણાવતા કહ્યું હતુ કે, હાલ એસીબીએ ખોળા પાથરવા પડે છેકે એસીબીમાં ફરિયાદ કરો, અને લોકો પણ એવું માને છે કે કાયદા કરતા ભ્રષ્ટાચારીઓનો હાથ લાંબા હોઈ છે. એસીબી દ્વારા ૧૦૬૪ ટોલ ફ્રી નંબર અને ૯૦૯૯૯૧૧૦૫૫ વોટસએપ નંબર આપવામા આવ્યા છે.જેના પર લોકો ફરિયાદ પણ કરી શકે છે.
લાંચ અને રૂશ્વત વિરૂધ્ધ જે કોઈ લોકો ફરિયાદ કરશે તેની ફરિયાદનું નિવારણ એન્ટી કરપ્શન બ્યૂરો કરશે જેથી લોકોને સાચો ન્યાય મળશે. ઘણા બધા પગલા એસીબી દ્વારા લેવામાં આવતા હોઈ છે. તમામ જીલ્લાઓને સૂચના પણ આપવામાં આવી છે.કે, જે કોઈ એસીબીમાં ફરિયાદ કરે છે. તેને પ્રોટેકશન પણ આપવામાં આવે લોક દરબારમાં એ પણ જણાવ્યું છેકે, સતાનો જો કોઈ દૂરઉપયોગ કરતું હોઈ તેના વિરૂધ્ધ પણ કાર્યવાહી અને ફરિયાદ કરવી જોઈએ માનો કે તળાવ અથવા શૌચાલય બન્યા ના હોઈ અને પેઈમેન્ટ થઈ ગયું હોય તો તેના વિરૂધ્ધપણ ફરિયાદ કરવામાં આવતી હોઈ છે.
લાંચના સહારો લઈ પોતાના માટે અપ્રમાણસર મીલકત પણ જો વસાવી હોઈ તો તેના વિ‚ધ્ધ પણ ફરિયાદ કરવામાં આવતી હોઈ છે જેના માટે એસીબી એ ૧૦૬૪ ટોલ ફ્રી નંબર રાખવામાં આવ્યો છે. જેથી જો કોઈ લાંચની માંગણી હોઈ, સતાનાં દૂરઉપયોગની રજૂઆત અને અપ્રમાણસર મીલ્કતની માહિતી પણ આપી શકાઈ છે. લોકો ખૂબજ જાગૃત છે. અને એક ઉદાહરણ રૂપે એક ભાઈ એવા પણ છે જેને ૧૯ ટ્રેપ કરાવ્યા છે. જે જાગૃતતાનું ઉદાહરણ પૂરૂ પાડે છે. જેઓનાં કારણે ભ્રષ્ટાચાર અટકે છે. અને અમે એવા લોકોને બીરદાવી છીએ. ભ્રષ્ટાચારની સામે ભ્રષ્ટાચારી અધિકારીઓને પકડવાનાં કેસ ખૂબજ ઓછા દર્જ કર્યા છે. કારણ કે લોકો આગળ નથી આવતા એનું એક કારણ એ પણ હોઈ શકે છે કે તેઓને એસીબી અથવા એસીબીનાં ટોલ ફ્રી નંબરની પણ માહિતી નથી હોતી અન્યથા એવો પણ ડર હોઈ છે કે મે એસીબીને જાણ કરવામાં આવશે તો કોર્ટમાં પણ જવું પડશે. લાચીયા જાહેર સેવકો વિરૂધ્ધ ફરિયાદ કરવી ખૂબજ આસાન છે. જે કોઈ લોકોને તંત્ર વિરૂધ્ધ ફરિયાદ હોઈ તેવા અરજદારોને પોલીસ મથકે બોલાવ્યા છે. જેથી તેઓને વ્યકિતગત સાંભળી શકાઈ અને તેમની સમસ્યાનુ નિવારણ કરી શકાય અને તેઓની પાસે જે પૂરાવા હશે તેને પણ ધ્યાને લેવામાં આવશે.