- બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ ચIપરડાનો ભવ્યતિ ભવ્ય 10મો શપથ વિધિ સમારોહ યોજાયો
- લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમની યોજાઈ
- સાંસ્કૃતિક કાર્યક્રમમાં રામાયણ, ગરબા વગેરે જેવી કૃતિઓ રજૂ કરાઈ
- સમારોહમાં સંસ્થાના ટ્રસ્ટી સહિતના બહોળી સંખ્યામાં અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
વિસાવદર તાલુકાના ચાપરડા મુકામે પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ દ્વારા સ્થાપિત બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગનો દસમો લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમની યોજાયો. જેમાં પ્રથમ વર્ષ ANM, GNM તથા BSC નર્સિંગના કુલ 165 જેટલા વિદ્યાર્થીઓએ નર્સિંગ પ્રોફેશનમાં શપથ ગ્રહણ કર્યા. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રામાયણ, નર્સિંગ સ્ટાફનું કાર્ય અને મહત્વ, ગરબા, વગેરે જેવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં સંસ્થાના ટ્રસ્ટી અજય ગુડકા તથા શિક્ષણ વીદ ગિજુ ભરાડ તેમજ રોહિત ડાગર સાહેબ (IPS) તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર રાજેશ વાડોદરિયા તેમજ સદાનંદજી બાપુ તથા સંસ્થાના અધ્યક્ષ અર્જુનસિંહ રાઠોડ સાહેબ તથા એડમિનિસ્ટ્રેટર કમલેશ ધાધલ તેમજ બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ ના ડાયરેક્ટર ચિરાગ પંડ્યા સહિતના બહોળી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ચાપરડા મુકામે પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ દ્વારા સ્થાપિત બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગનો દસમો લેમ્પ લાઇટિંગ અને ઓથ ટેકિંગ સેરેમની યોજાયો. જેમાં પ્રથમ વર્ષ ANM, GNM તથા BSC નર્સિંગ ના કુલ ૧૬૫ જેટલા વિદ્યાર્થીઓએ નર્સિંગ પ્રોફેશનમાં શપથ ગ્રહણ કર્યા.
જેમાં સંસ્થાના ટ્રસ્ટી અજય ગુડકા તથા શિક્ષણ વીદ ગિજુ ભરાડ તેમજ રોહિત ડાગર (IPS) તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર રાજેશ વાડોદરિયા તેમજ સદાનંદજી બાપુ તથા સંસ્થાના અધ્યક્ષ અર્જુનસિંહ રાઠોડ સાહેબ તથા એડમિનિસ્ટ્રેટર કમલેશ ધાધલ તેમજ બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ ના ડાયરેક્ટર ચિરાગ પંડ્યા તેમજ કોલેજના પ્રિન્સિપાલ મુરુ કારેણા તેમજ સંસ્થાના દરેક વિભાગીય વડાઓ તેમજ જુદી જુદી કોલેજો માંથી પધારેલ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ તેમજ ફોરેનથી પધારેલા મહેમાનો તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં રામાયણ, નર્સિંગ સ્ટાફનું કાર્ય અને મહત્વ, ગરબા, વગેરે જેવી કૃતિઓ રજૂ કરવામાં આવેલ. તેમજ કાર્યક્રમના અંતમાં બંદીશ બેન્ડ દ્વારા સંગીતના સુર થી બધા ને આનંદ કરાવેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના તમામ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓની ટીમે જહેમત ઉઠાવી હતી. તેમ કોલેજના ઓ.એસ.નિકુંજ નિમાવતની યાદી જણાવે છે.
અહેવાલ: ગીજુભાઈ વીકમાં