ડુંગળીની આવક વધવાને કારણે ભાવો તુટયા જેના કારણે ખેડુતોના હાથે કશુ જ ન લાગ્યું
માર્કેટીંગ યાર્ડ ખાતે ડુંગળીની પુષ્કર પ્રમાણમાં આવક શરૂ થઈ ગઈ છે ત્યારે ડુંગળીના ભાવમાં સારો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ડુંગળીને ગરીબોની કસ્તુરી માનવામાં આવે છે ત્યારે કસ્તુરી હાલ અમીરોની શાન બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય પહેલા ડુંગળીનો ભાવ ૬૦૦ થી ૮૦૦ રૂપિયા ખેડુતોને મળી રહ્યો હતો. જેના કારણે ખેડુતોમાં ખુશી જોવા મળી રહી હતી. ત્યારે ખેડુતોનું કહેવું હતું કે, બહારના રાજયોમાંથી ડુંગળીનું ઉત્પાદન ખુબ જ ઓછા પ્રમાણમાં થયું હોવાના કારણે રાજકોટ યાર્ડમાં આવક ખુબ જ ઓછા પ્રમાણમાં થતી હતી જેના કારણે ખેડુતોને પુરતો ભાવ મળી રહેતો હતો પરંતુ આ પરિસ્થિતિ હાલ જોઈએ તો બહારના રાજયોમાંથી હાલ ડુંગળીની આવક ખુબ જ વિશાળ પ્રમાણમાં થતી હોવાના કારણે ડુંગળીનો ભાવ ગગડયો લાગ્યો છે.
ડુંગળીના ગગડતા ભાવની સાથે જ ખેડુતોનું કહેવું છે કે, હાલ ડુંગળીની આવક યાર્ડમાં પુષ્કર પ્રમાણમાં થતી હોવાને કારણે ડુંગળીનો ભાવ ગગડયો છે ત્યારે ખેડુતો જયારે યાર્ડ ખાતે ડુંગળી વેંચવા આવે છે ત્યારે મજુરી, દલાલી, ટ્રાન્સપોર્ટ બધા ખર્ચ લાગતા ખેડુતોના હાથે કશું જ આવતું નથી. જેના કારણે ખેડુતોનો મોટી મુસીબતનો સામનો કરવો પડે છે. થોડા સમય પહેલા ઉચ્ચ ગુણવતાવાળી ડુંગળીના ભાવ ૬૦૦ થી ૮૦૦ રૂપિયા ગુણીના મળી રહેતા હતા. જે હાલ ૩૦ થી ૩૫૦ રૂપિયા મળી રહ્યા છે. જેના કારણે ખેડુતોને માથે મોટી મુસીબત આવી ગઈ છે.
ત્યારે વેપારીઓનું કહેવું છે કે, છુટક વેચવા ડુંગળીની ખરીદી રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે કરવામાં આવે છે ત્યારે દલાલી, એસ.બારદાન, ટ્રાન્સપોર્ટ વગેરેનો ખર્ચો ચડાવીને વેપારી પોતાની નહીં રાખીને રીટેલ માર્કેટમાં વેચવામાં આવે છે. જેના કારણે ડુંગળી હાલ ફેરીયાઓ ૩૦/૪૦ રૂપિયા કિલોગ્રામે વહેંચી રહ્યા છે. જેમના કારણે ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાઈ ગયું છે.