- લક્ષ્મી સ્વરૂપા 1800 દીકરીઓની પૂજનવિધી, છાક મનોરથ, વ્રજકમલ મનોરથ તેમજ ઢોલ-નગારાના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળશે
- અબતક સાથેની મુલાકાતમાં આયોજકોએ આપી સમગ્ર અવસરની માહિતી
સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ 6તરીકે પ્રસિદ્ધ જસદણની પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની શ્રીનાથજી હવેલી દ્વારા 108 શ્રી યમુનાજી લોટી ઉત્સવ, ભવ્ય શોભાયાત્રા, શ્રીનાથજી હવેલી ખાતે ઠાકોરજી સમક્ષ છાક મનોરથ, વ્રજકમળ મનોરથના દર્શન, કીર્તન મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમો તારીખ 9-2-2025 ને રવિવારે રાખવામાં આવ્યા છે. અબતક સાથષની મુલાકાતમાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ટ્રસ્ટીઓ ભરતભાઈ જનાણી, અશોકભાઈ મહેતા, કિશોરભાઈ ગઢવી, ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ બાબરીયા, કમલેશભાઈ ચોલેરા, મંત્રી ધર્મેશભાઈ કલ્યાણી, સહમંત્રી નિલેશભાઈ રાઠોડ તથા સાગરભાઇ દોશીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે
જસદણ શહેરના આટકોટ રોડ ઉપર આર.કે. વાટિકા પાર્ટી પ્લોટ ખાતે આ મહોત્સવનું ઉદઘાટન વલ્લભાશ્રય હવેલી રાજકોટના ષષ્ઠ ગૃહાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી કરશે. મહોત્સવના મુખ્ય મનોરથી અગ્રણી હીરા ઉદ્યોગપતિ રૂડાભાઈ ભગત છે. મહાપ્રસાદના મનોરથી રાજકોટના તોગાભાઈ ધોળકિયા તથા અર્જુનભાઈ ધોળકિયા છે. છાક મનોરથના મનોરથી જસદણના અગ્રણી ઉદ્યોગપતિ અરવિંદભાઈ પાટડીયા છે. વ્રજકમળ મનોરથના મનોરથી જસદણની રામાણી સર્જીકલ હોસ્પિટલના સેવાભાવી ડો. દીપકભાઈ રામાણી છે. 108 લોટી ઉત્સવના મનોરથી સિનિયર જીએસટી ક્ધસલ્ટન્ટ દિનેશભાઈ ચેતા તથા જૈમીનભાઇ ચેતા છે. શ્રૃંગારના મનોરથી રમેશભાઈ સોરઠીયા છે. શોભાયાત્રાના મનોરથી રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ અને જસદણના વતની રમેશભાઈ જીવાણી તથા જસદણ અગ્રણી વેપારી સુરેશભાઈ પ્રજાપતિ અને જસદણના વતની હાલ અમદાવાદના ઉદ્યોગપતિ જગદીશભાઈ શાહ છે. કુવારિકાઓને ભેટના મનોરથી તરીકે રાજકોટ પટેલ સમાજના અગ્રણી પોપટભાઈ ભાલાળા, જસદણ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર મહાવીરભાઈ ધાધલ અને જસદણના પટેલ સમાજના અગ્રણી રવિન્દ્રભાઈ વેકરીયા છે. જસદણના આર કે પાર્ટી પ્લોટ ખાતે 108 શ્રી યમુનાજી લોટીજીના ભવ્ય દર્શન યોજાશે. આરકે પાર્ટી પ્લોટ ખાતે 108 દંપતિ પૂજન દ્વારા પૂજન વિધિ યોજાશે. આ પ્રસંગે શ્રીનાથજી યમુનાજી અને મહાપ્રભુજીના જીવંત પાત્રો પણ ગોઠવવામાં આવ્યા છે. આ પ્રસંગે આર કે વાટિકા ખાતે યોજાયેલા સ્ટેજ પ્રોગ્રામનું ઉદ્ઘાટન ગો. 108 શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી કરશે. સમારોહના અધ્યક્ષ સ્થાને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા તથા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ઉપસ્થિત રહેશે. વિશિષ્ટ અતિથિ વિશેષ તરીકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, જસદણ રાજવી સત્યજીતકુમાર ખાચર ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે કિરીટભાઈ આદ્રોજા (એન્જલ પંપ), જયંતીભાઈ પરમાર અગ્રણી ઉદ્યોગપતિ રાજકોટ, રાજુભાઈ ધારૈયા ઉપાધ્યક્ષ રાજકોટ જિલ્લા ભાજપ, સહિતના વગેરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આર કે પાર્ટી પ્લોટ ખાતે તા. 9-2-2025 ને રવિવારે 9 થી 10-30 દરમિયાન અભિષેકલાલજી મહારાજના વચનામૃત, ઉપસ્થિત અગ્રણીઓનું સન્માન, સ્પીચ વગેરે યોજાશે. આ પ્રસંગે લક્ષ્મી સ્વરૂપ 1800 દીકરીઓની પુષ્પવૃષ્ટિથી પૂજન વિધિ કરવામાં આવશે. સ્ટેજ પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ યમુનાજીના 108 લોટીજીની ભવ્ય શોભાયાત્રા શરૂ થશે. આ શોભાયાત્રામાં પૂજ્ય શ્રી અભિષેકલાલજી મહારાજશ્રી બગીમાં બિરાજમાન થશે. શોભાયાત્રામાં કીર્તન મંડળી, રાસ મંડળી, 51 બાઈક સવાર યુવાનો, ડીજે બેન્ડવાજા, કલાત્મક છત્રીઓ, ધજા સાથેની ભવ્ય શોભાયાત્રા આર કે પાર્ટી પ્લોટ ખાતેથી શરૂ થઈને ડીએસવીકે હાઇસ્કુલ રોડ મોતી ચોક મેઈન બજાર, ટાવર ચોક, છત્રી બજાર થઈને હવેલીએ પહોંચશે. શોભાયાત્રાના સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર આકર્ષક કમાન તથા ગેઈટ ઊભા કરવામાં આવશે અને બેનરો લગાડવામાં આવશે. શોભાયાત્રા માં અનેક સ્થળે પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે તેમજ શોભાયાત્રામાં સરબત તથા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવેલી ખાતે ઠાકોરજી સમક્ષ છાક મનોરથ તથા વ્રજકમલ મનોરથના ભવ્ય અને દિવ્ય દર્શન યોજાશે. ત્યાર બાદ ક્ધયા વિનય હાઈસ્કૂલ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં 1800 દીકરીઓને મહાપ્રસાદ લેવડાવીને ગિફ્ટ આપવામાં આવશે. દીકરીઓને મહાપ્રસાદ લેવડાવ્યા બાદ ઉપસ્થિત મોટી સંખ્યામાં વૈષ્ણવોને પણ મહાપ્રસાદ લેવડાવવામાં આવશે. રવિવારે સાંજે 5 કલાકે આર.કે પાર્ટી પ્લોટ ખાતે બહેનો માટે રાસ યોજાશે ત્યારબાદ ઉપસ્થિત વૈષ્ણવ માટે પાર્ટી પ્લોટ ખાતે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.