બિમાર પડયે દવા અને મુશ્કેલીમાં દુવા કામ લાગે છે પરંતુ દવા જ હાનિકારક બની જાય તો ? ભારત દવાઓના નિકાસ માટે વિદેશ પર નિર્ભર છે. ત્યારે મલ્ટીનેશનલ કંપનીઓ ધપોધપ એન્ટીબાયોટિકસ દવાઓ ભારતમાં વહેંચી રહ્યા છે ત્યારે ઈંગ્લેન્ડના એક રિપોર્ટ મુજબ ભારતમાં ૬૪ ટકા એન્ટીબાયોટીક દવાઓ અમાન્ય સાબિત થઈ છે. જેનાથી ભારતીય દવાઓની સ્થિતિ કફરી બની રહી છે.
કવીન મેરી યુનિવર્સિટીના રિસર્ચરોએ જણાવ્યું હતું કે, એન્ટીબાયોટીકસની અબજો ભારતીય ટીકડીઓ ઈંગ્લેન્ડ અને અમેરિકામાં માન્ય નથી.૧૧૮ અલગ અલગ ફોર્મ્યુલાથી એન્ટીબાયોટીક દવાઓ બનાવવામાં આવે છે.
જે વર્ષ ૨૦૦૭ અને ૨૦૧૨માં વેચાણી હોય. જોકે ૬૪ ટકા દવાઓ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ દ્વારા માન્ય કરવામાં આવ્યું નથી. જોકે અમાન્ય દવાઓનું વેચાણ કે સપ્લાય ગેરકાયદેસર છે એમ છતાં લોકો તે દવાઓનું સેવન કરતા રહ્યા. અમેરિકા અને ઈંગ્લેન્ડ દ્વારા માત્ર ૪ ટકા દવાઓને માન્યતા આપવામાં આવી હતી. જોકે એન્ટીબાયોટીકસ દવાઓના વપરાશમાં ભારત સૌથી આગળ છે. અમાન્ય થયેલી દવાઓમાં એન્ટીમાઈક્રોબીયલ્સ નબળી ગુણવતાના હતા.
૧૨ મલ્ટીનેશનલ કંપનીઓ ૫૦૦ ફાર્માસ્યુટીકલ મેન્યુફેકચર્સોએ ૩,૩૦૦ બ્રાન્ડની વિવિધ દવાઓનું ઉત્પાદન કર્યું છે. રિપોર્ટ મુજબ અબોટ, સસ્ત્રા ઝેનેકા બાકસટર, બપિર, ગ્લેક્ષોસ્મીથ કલાઈન, નોર્વાટીસ, ફિઝર, સનોફી એવેન્ટીસ જેટલી બ્રાન્ડસનો ૧૪૮ કંપનીઓમાં સમાવેશ થાય છે.