ટેલિકોમ બજારમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી બાદ કંપની લગભગ દરરોજ નવા નવા પ્લાન્સ લોન્ચ કરી રહી છે, જેનો સીધો ફાયદો કંપનીના ગ્રાહકોને મળી રહ્યો છે. તેવામાં અન્ય કંપનીઓ પણ હરિફાઇમાં ટકી રહેવા માટે સસ્તા દરે પ્લાન્સ લોન્ચ કરી રહી છે. તાજેતરમાં જ જિયોએ 200 ટકા કેશબેકની ઓફર આપી હતી. હવે ફરીએક વાર રિલાયન્સ જિયોએ નવા બે પ્રિપેઇડ પ્લાન્સ લોન્ચ કર્યા છે. આ પ્લાન્સ ખૂબ જ સસ્તા દરના છે. તેમાં એક પ્લાન 49 રૂપિયાનો છે અને બીજો પ્લાન 153 રૂપિયાનો છે.
જિયોના 49 રૂપિયાના પ્લાનમાં કંપની 1જીબી 4જી ડેટા પી રહી છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ ઉપરાંત જિયોના 153 રૂપિયાના પ્લાનમાં તમને દરરોજ 1.5જીબી ડેટા આપવામાં આવશે. આ ડેટા પણ 4જી છે. આ પ્લાનની વેલિડિટી પણ 28 દિવસની છે. જિયોએ આ ઓફર તેના જિયોફોન ગ્રાહકો માટે વિશેષરૂપે લોન્ચ કર્યા છે. આ બંને પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ ફ્રી કોલ્સ અને એસએમએસનો લાભ તો આપવામાં આવી જ રહ્યો છે. આ ઉપરાંત તમને જિયો ટીવી, જિયો મ્યુઝિક અને જિયો મની જેવી સેવાઓ પણ ફ્રી આપવામાં આવી રહી છે.