દિકરી તો પારકી થાપણ કહેવાય, સાસરે જતી રહે પરંતુ વારસા, પેઢી અને મિલકતો દિકરા જ સંભાળે, એવી ભારતની માનસીકતાને પડકારતી સ્પષ્ટતા હાઇકોર્ટે કરી છે. હિન્દુ સકસેસન એટક ૨૦૦૫ કેન્દ્ર સરકારના નિયમ મુજબ દિકરીઓને વારસાગત મિલકતોમાં જન્મસિઘ્ધ અધિકાર છે. અને આ નિયમ તમામ મહીલાઓને લાગુ પડે છે. જસ્ટીસ એ કે સીકી અને અશોક ભુષણે જણાવ્યું હતું કે કાયદા પ્રમાણે એક દિકરી સમાનભાગે પિતાની મિલકતોમાં હકક ધરાવે છે. અને પુત્રને મળતા તમામ હકક પુત્રી પણ ધરાવે છે.

જો કે આ નિયમો ૨૦૦૫ થી લાગુ કરવામાં આવ્યા હતા આમ છતાં નિયમો પ્રમાણે દિકરીઓનો તે જન્મસિઘ્ધ અધિકાર છે. માટે નિયમો લાગુ પડયા બાદ જ નહીં ૨૦૦૫ પહેલા જન્મેલી દિકરીઓને  પણ વારસામાં સમાન અધિકાર છે. કારણ કે દિકરીઓને પણ દિકરાની માફક તમામ અધિકારો મળવા જોઇએ.

બે બહેનોની અરજી મુજબ તેમણે પિતાની મિલકતોમાં ભાગ માંગ્યો પરંતુ તેના ભાઇઓએ મિલકતમાં ભાગ દેવાની મનાઇ કરી દીધી અને તેને કાયદેસર કાર્યવાહી કરવા માટે કીધું પરંતુ ૨૦૦૨ માં એવા કોઇપણ નિયમો ન હતા.

માટે તેમણે ફરીથી અરજી કરી પરંતુ તેની અરજી ફંગાવવામાં આવી હતી ત્યારે હવે હાઇકોર્ટ આખરે તેની અરજીને સ્વીકારી તરફેણમાં ફેંસલો કર્યો છે. હવે દિકરીઓ પણ સમાન ભાગે વારસામાં દિકરાની માફક માલીકી ધરાવે છે. તેના પોતાનો જન્મસિઘ્ધ અધિકાર છે. જો કે આજ સુધી પિતાની મિલ્કતોમાં માત્ર દિકરાઓનો જ ભાગ હતો દિકરી તો માત્ર સાસરે જ જાય તેને મિલકતમાં કઇ લેવા દેવા નહી લોકોની એવી માનસીકતા પર હવે સરકારે લગામ લગાવી છે. જો કે વારસા મામલે તો દિકરીઓ એક બીજાની હત્યા પણ કરી દેતા હોય છે. પૈસા માટે ગાંડાતુર બની હોશ ખોઇ બેસતા હોય છે પરંતુ હવે તે ભાઇઓએ બહેનને પણ ભાગ આપવો પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.