- સ્ટેશન ખાતે સ્ટોપેજ માટે કરેલ લેખિત રજુઆત ફળી
- લોકસભાના દંડક, વલસાડ- ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા લેખિત રજુઆત કરાઈ
- રેલવે મંત્રાલય દ્વારા સ્ટેશન ખાતે ટ્રેનના સ્ટોપેજને લીલી ઝંડી આપી જરૂરી નોટિફિકેશની પ્રક્રિયા પૂર્ણ કરાઈ
- ટૂંક સમયમાં ટ્રેનને સ્ટોપેજ મળતા રોજિંદા અપડાઉન કરતા હજારો મુસાફરોને મળશે લાભ
લોકસભા ના દંડક વલસાડ- ડાંગના સાંસદ ધવલ પટેલને ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન તેમજ ઉમરગામના સ્થાનિક આગેવાનો અને રોજિંદી ટ્રેન મુસાફરી કરતા મુસાફરો દ્વારા સુરત બાંદ્રા ટરમીનલ્સ ઇન્ટરસિટી એક્સપ્રેસ12935/36 અપ ડાઉન ટ્રેનને ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ માટે અપાવવા માટેની રજૂઆતો કરી હતી,જનસેવા એજ રાષ્ટ્રસેવા ના ભાવ થી લોકો ની વચ્ચે સતત કાર્યરત રહી લોકો ની સમસ્યાઓ,પ્રશ્નો ને વાચા આપી સુખદ નિરાકરણ લાવવા માટે હમેંશા પ્રયત્નશીલ રહેતા સાંસદ દ્વારા મુસાફરોને પડી રહેલ અગવડતા ને ધ્યાને લઈ ત્વરિત આ સંદર્ભે ગત તારીખ 7મી જાન્યુઆરીના રોજ કેન્દ્રીય રેલવે મંત્રી આદરણીય અશ્વિની વૈષ્ણવ ને તેમજ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરને ટ્રેનને સ્ટોપેજ આપવા માટેની લેખિત રજુઆત કરી હતી તેમજ રેલવે મંત્રી ને આ અંગે ટેલિફોનિક રજુઆત કરી હતી, જે સંદર્ભે રેલવે મંત્રાલય દ્વારા આ બાબતે સક્રિય અને હકારાત્મક અભિગમ દાખવી સુરત બાંદ્રા ટર્મિનલ્સ ઇન્ટરસિટી અપ/ડાઉન એક્સપ્રેસને ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે ના સ્ટોપેજ ની માંગણીને લીલી ઝંડી આપી આ અંગે જરૂરી નોટિફિકેશન ની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે,ટૂંક સમયમાં ટ્રેન ને સ્ટોપેજ આપવામાં આવશે,જેને પગલે રોજિંદા અપડાઉન કરતા હજારો મુસાફરોને આનો લાભ મળશે