- ધ્રોલ પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
- પાંચ મિત્રોની બેલગામ કારે મારી ગુલાંટ
- કારમાં સવાર ત્રણ યુવાનોના મો*ત,બે ઈજાગ્રસ્ત
- કારનો બુકડો બોલી ગયો
- કારના પતરા ચીરીને લા*શ બહાર કાઢવામાં આવી
જામનગરના ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે બુધવારે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાંટી મારી ગઇ હતી.
જામનગરના ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે બુધવારે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાંટી મારી ગઇ હતી. કારમાં સવાર પાંચ લોકોમાંથી 3 લોકોના ઘટનાસ્થળે મો*ત નિપજ્યાં હતા. જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જામનગરના પાંચ મિત્રો કાર લઇને લતીપુરમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા.જ્યાં દાંડિયા રાસના કાર્યક્રમ બાદ નાસ્તો કરીને પરત ફરી રહ્યા હતા,ત્યારે ધ્રોલના લતીપુર અને ગોકુળપુર વચ્ચે બુધવારે મોડી રાત્રે કાર પલટી ખાઇ ગઇ હતી. કારમાં 5 લોકો સવાર હતા, જેમાંથી ઋષિ પટેલ,ધર્મેન્દ્રસિંહ ઝાલા અને વિવેક પરમારનું ઘટનાસ્થળે જ મો*ત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોના મૃ*તદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઇને રોડની સાઇડમાં ખાડામાં ખાબકી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ખુડદો વળી ગયો હતો, જેથી મૃતદેહોને બહાર કાઢવા માટે કારના પતરા ચીરવા પડ્યા હતા.
ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ
જામનગર અને રાજકોટના પાંચ મિત્રો GJ-36-AC-4957 નંબરની એક વરના કાર લઇને લતીપર ખાતે એક લગ્ન સમારંભમાં આવ્યા હતાં. જ્યાં રાત્રે દાંડિયા રાસનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નાસ્તો કરવા ગયા હતા. નાસ્તો કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે ગોકુળપુર નજીક કારચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં આ કાર ગુલાંટ મારીને રોડની સાઇડમાં ખાડામાં ખાબકી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર અનિયંત્રિત થઈને પલટી જવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ છે.
મૃ*તકોના નામ
1) રીસી ચભાડીયા પટેલ રે, લતીપર ગામ, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર
2) ધર્મેન્દ્રસિંહ ઝાલા દરબાર રહે, જામનગર શિવ નગર, શેરી નંબર 4, ઉદ્યોગ નગર, શંકર ટેકરી ડાંગરવાડા, જામનગર
3) વિવેક પરમાર રે, જામનગર, શ્રીજી હોલ પાસે
અહેવાલ : સંજય ડાંગર