એક થી બાર અંકોમાં બ્રહ્મ, ત્રિગુણા, ચતુર્વેદા અને સપ્તર્ષિય જેવા અર્થો સમાયેલા છે: સંસ્કૃતિની ધરોહર સમી આ ઘડિયાળના દરેક અંકોનો અર્થ સમાયેલો છે: એક એક અંકમાં છુપાયેલા છે, બ્રહ્મના રહસ્યો: આ વિશ્ર્વની પ્રથમ ડિજિટલ વૈદિક ઘડિયાળ છે
પ્રાચિન ભારતની ભવ્ય સંસ્કૃતિએ આજની ઘણી શોધોને મૂળ સ્વરુપ આપ્યા છે. સમાજની ઘણી વ્યવસ્થા રીત રસમો પાછળ એ જમાનાના વૈજ્ઞાનિક તથ્યો આધારીત હતી. આજની આપણી ઘડિયાળ અને તે જમાનાની વૈદિક ઘડિયાળ પાછળ ગુઢ અર્થો છુપાયેલા છે. શુન્યની શોધ સમગ્ર વિશ્ર્વને ભેટ આપનાર આપણા આર્ય ભટ્ટ હતા. પ્રાચીન કાળમાં આપણા ઋષિમુનિઓ સૂર્ય ચંદ્રની સ્થિતિ જોઈને સમયનું માપન કરતા હતા. સમય અને ઋતુચક્ર ની ગતિવિધિ પણ આ ઋષિમુનિઓ આજના વૈજ્ઞાનિકો કરતા પણ ઘણી સારી રીતે જાણતા હતા. આપણા પ્રાચીન ગ્રંથો અને વેદ પુરાણો આજે સમગ્ર વિશ્વને માર્ગદર્શન આપી રહ્યા છે. વૈદિક ઘડિયાળમાં એક થી બાર અંકોના એક એકમાં બ્રહ્મના રહસ્યો છૂપાયેલા છે. દરેક અંકનો એક ચોકકસ વૈજ્ઞાનિક આધારો સાથેનો અર્થ પણ નીકળે છે. એ જમાનામાં સમય પ્રમાણે માનવીની દિનચર્યા અને ઉત્સવો પણ પ્રાચિન સંસ્કૃતિમાં જોવા મળતા હતા. એકના સ્થાન પર બ્રહ્મ લખેલું છે. જેનો અર્થ બ્રહ્મ એક છે તેવો થાય છે. તો બેના સ્થાને અશ્વિની લખેલ હોવાથી તેનો અર્થ બે અશ્વિની કુમારો છે. 3 ના સ્થાને ત્રિગુણાનો અર્થ ત્રણ પ્રકારના ગુણોની વાતમાં સત્વ, રજસ અને તમસની વાત કરી છે.
ચારના સ્થાને ચતુર્વેદાનો અર્થ આપણાં ચારવેદો ઋણવેદ, યજાુર્વેદ, સામવેદ અને અથર્વવેદ થાય છે, પાંચના સ્થાનનો અર્થ આપણા પાંચ પ્રકારના પ્રાણો જેવા કે પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન છે. છ ના સ્થાનનો અર્થ પ્રડ્રસા આપણા છ પ્રકારના રસની વાત કરે છે. જેમાં મધુર ખોટો, ખારો, કડવો, તીખો અને તૂરો સમાયેલ છે. સાતના સ્થાનનો અર્થ આપણા સપ્તર્ષિયની વાત કરે છે. જેમાં કશ્યપ, અત્રી, ભારદ્વાજ, વિશ્ર્વામિત્ર, ગૌત્તમ, જમદગ્નિ અને વશિષ્ઠ છે.
આઠમાં સ્થાનને અષ્ટસિઘ્ધીની વાતનો અર્થ આપણી આઠ પ્રકારની સિઘ્ધીની વાત છે, જેમાં અણીયા, મહિમા, દધીમા, ગરીમા, પાટિડા, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ છે. નવમાં સ્થાનનો અર્થ નવદ્રવ્યાણી છે, જે નવ નિધિઓની વાત કરે છે. જેમાં પદ્મા,મહાપદમ, નીલ, શઁખ મુકુંદ, નંદ, મકર, કશ્યપ અને પર્વ છે.
દશમા સ્થાને દશ દિશાઓમા આપણી પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઇશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળનો સમાવેશ થાય છે. અગિાયરમાં સ્થાનનો અર્થ રૂદ્રા થાય છે જે અગિયાર છે જેવી કે કપાલી, પિંગલ, ભીમ, વિરૂપાથી, વાલોહિત, શાસ્તા, અજપાદ, અહિબુંઘ્ન્ય, ચંડ અને ભવ
બારમાં સ્થાને આદિત્યાનો અર્થ આપણા બાર આદિત્યોની વાત કરે છે જેમાં અંશુમાન, આપમાન, ઇંદુ, ત્વષ્ટા, ઘાતુ, પર્જન્ય, પૂષા, ભગમિત્ર, વરૂણ, વિવસ્વાન, વિષ્ણુ જેવો અર્થ કરાયો છે.
ભૂલી ગયેલી આપણા ભારતની મહાન સંસ્કૃતિને આપણા સંતાનોને વાત કરીને આપણા વારસાને અમર બનાવવાએ આજની ર1મી સદીમાં પણ આપણી પ્રાચિન સંસ્કૃતિની વિશ્ર્વમાં બોલબાલા છે ત્યારે આપણાં યુવાધન આ બાબતે સતત જાગૃત થઇને તેના પગલે ચાલે તે જરુરી છે. ભારતીય વેદ પરંપરાને ઉજાગર કરતી ‘વૈદિક ઘડિયાળ’ છે. એ જમાનામાં ઘડિયાળ ન હોવા છતાં પણ બધું જ સમયસર થતું હતું. સમાજ વ્યવસ્થામાં પર્યાવરણની સુરક્ષાનું જ્ઞાન વિશેષ જોવા મળતું હતું. સામાજિક વ્યવસ્થામાં પશુ પક્ષીઓનું પણ એટલું જ મહત્વ જોવા મળતું હતું.
જેમાં અંકના સ્થાને વેદમાં દર્શાવાયેલી સંસ્કૃત નામાવલી છે, અને પ્રત્યેક નામના અર્થનું વર્ણન ખરેખર જાણવા જેવું છે. ભારતીય વેદ પરંપરાને ઉજાગર કરતી એક સુંદર ‘વૈદિક ઘડિયાળ’ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. જેમાં વેદ અને સંસ્કૃતિમાં વર્ણિત શબ્દો ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવે છે. આ વૈદિક ઘડિયાળમાં અંકના સ્થાને વેદમાં ઘડિયાળમાં અંકના સ્થાને વેદમાં દર્શાવાયેલી સંસ્કૃીત નામાવલી છે, જેના પ્રત્યેક નામના અર્થનું વર્ણન ખરેખર જાણવા જેવુ છે.
બાળકોને વેદ પરંપરાની સમજણ આપવાનો આ એક નાનકડો પ્રયાસ ખરેખર ઉમદા છે. આજે બાળકો પાશ્ર્ચાત્ય તેમજ ડિજિટલ જગત સાથે વધારે સંકળાયેલા છે, ત્યારે આ વૈદિક ઘડિયાળમાં વર્ણિત 12 નામો દ્વારા બાળકો સહિત દરેકને વેદ પરંપરા સાથે સંકળાવાનો તથા જાણવાનો મોકો મળ્યો છે. ઘડિયાળમાં દર્શાવાયેલા 1થી 12 અંક પૈકી પ્રત્યેક નામના અર્થ દરેક બાબતે પોતાના સંતાનોને સમજાવવા જરૂરી છે.
પ્રાચીન કાળના ઋષિમુનિઓને તમામ પ્રકારનું જ્ઞાન હતું
ભારતીય સંસ્કૃતિના પ્રાચીન યુગમાં આપણા ઋષિમુનિઓ પાસે તમામ પ્રકારનું જ્ઞાન હતું. સૂર્ય ચંદ્ર સાથે ખગોળ વિજ્ઞાન, પર્યાવરણ ક્ષેત્રનું અને તબીબી ક્ષેત્રનું જ્ઞાન હતું. વિશ્વની લગભગ તમામ શોધોમાં ભારતીય ઋષિમુનિઓનું જ્ઞાન ઉપયોગમાં લેવાયું છે. આજના યુગનું અત્યંત આધુનિક વિજ્ઞાન પણ આપણા પ્રાચીન યુગની દેન છે. ઘડિયાળ વગર પણ લોકોની દિનચર્યા નિયમિત હતી. ઋતુચક્ર અને આપણા નક્ષત્ર આધારિત એ જમાનામાં તમામ વ્યવસ્થાઓ, પરંપરાઓ અને આપણા પ્રાચીન ઉત્સવ ગોઠવાયેલા હતા. લોકોની જીવનશૈલી, કુટુંબ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થામાં એ જમાનામાં ઋષિમુનિઓની ભૂમિકા મહત્વની હતી