- સ્ટાર્ટ અપ ઈન્ફ્રાસ્ટ્રકચરને ડેપલપ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા અટલ થીંક ટેન્ક લેબ અને અટલ ઈનોવેશન મિશન શરૂ કરાયા
- ‘સ્ટાર્ટઅપ’ને વેગ આપવા માટેનું વન સ્ટોપ સોલ્યુશન એટલે ડી.એન. આહયા એન્ડ કંપની
ભારતીય ઇકોનોમી માં હવે સ્ટાર્ટઅપ નું યોગદાન નોંધનીય સ્વરૂપે બહાર આવી રહ્યું છે, ત્યારે આ સફળતા પાછળ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના દરેક સ્ટોકહોલ્ડરોનો અગત્યનો ફાળો રહેલ છે. આજે ભારત 100 કરતા વધારે યુનિર્કોન સ્ટાર્ટઅપનું ઘર છે. યુંનીર્કોન સ્ટાર્ટઅપ એટલે જેનું માર્કેટ વેલ્યુએશન 100 કરોડ હોય અને તે કોઈ સ્ટોક માર્કેટમાં લિસ્ટ ન થયા હોય.
હાલમાં ભારત ભરમાં સ્ટાર્ટઅપના ક્ધસેપ્ટ નો ખૂબ ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને ઘણા ઉદાહરણ રૂપ કહી શકાય તેવા સ્ટાર્ટઅપ સામે આવી રહ્યા છે.
હાલ ગુજરાતની વાત કરીએ તો સ્ટાર્ટઅપ રેન્કિંગમાં દેશમાં આપણું રાજ્ય છેલ્લાં 3 વર્ષથી પહેલા નંબરે આવી રહ્યું છે. તે દર્શાવે છે કે ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની બધી માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે.
સી.એસ.દર્શિતભાઈ આહ્યાના કહેવા મુજબ સ્ટાર્ટઅપ એટલે નવું ઇનોવેશન જે ટ્રેડીશનલ બિઝનેસથી અલગ હોય અને પ્રોસેસને સરળ અને વધુ ઉપયોગી બનાવતું હોય તેવા દરેક ઉદ્યોગ અને સેવાઓને સ્ટાર્ટઅપ કહી શકાય. સ્ટાર્ટઅપનો બિઝનેસ આઈડિયા યુનિક હોવો જોઈએ. સ્ટાર્ટઅપ દ્વારા આત્મનિર્ભર ભારતનો સ્વપ્ન સાકાર થાય છે અને મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2016 માં સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની શરૂઆત કરવામાં આવી છે. સ્ટાર્ટઅપના રેકોગ્નીઝ્ન માટે તેનું ડીપીઆઈઆઈટી રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે અને તેમાં રજીસ્ટર્ડ થયેલા સ્ટાર્ટઅપને વિવિધ નાણાંકીય અને બિન નાણાંકીય યોજનાઓનો લાભ મળે છે. આજે ભારતમાં 1,00,000/- થી વધારે ડીપીઆઈઆઈટી રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપ છે.
કેન્દ્ર સરકાર દ્વારા ભવિષ્યના સ્ટાર્ટઅપ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલોપ કરવા માટે સ્કૂલો માટે અટલ થીંક ટેન્ક લેબ અને અટલ ઇનોવેશન મિશન શરુ કરવામાં આવ્યું છે. તેના દ્વારા સ્કુલમાં ભણતા બાળકો માટે ભણતરની સાથે જ ઇનોવેશનના બીજ વાવવામાં આવે છે. અને સ્કુલોમાં આ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે ગ્રાન્ટ પણ આપવામાં આવે છે.
સરકાર દ્વારા સ્ટાર્ટઅપને માર્ગદર્શન મળી રહે તે માટે મેન્ટર પોર્ટલ પણ બનાવામાં આવ્યું છે. જેમાં જે તે ક્ષેત્રના નિષ્ણાંત લોકો રજીસ્ટર કરાવીને સ્ટાર્ટઅપને માર્ગદર્શન આપી દેશની ઇકોનોમીને આગળ વધારવામાં મદદરૂપ થઇ શકે છે.
ગુજરાત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુંબેશનના સેન્ટર્સના માધ્યમથી રૂપિયા 30 લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે અને મહિલાઓને આ ગ્રાન્ટ રૂપિયા 40 લાખ સુધીની આપવામાં આવે છે. આ યોજનાનું અમલીકરણ વિવિધ ઇન્ક્યુંબેશન સેન્ટરના માધ્યમથી કરવામાં આવે છે. ગુજરાતમાં 180 કરતા વધારે ઇન્ક્યુંબેશન સેન્ટર છે અને તેમના દ્વારા 200 કરોડથી વધુ ગ્રાન્ટ આપવામાં આવી છે. સ્ટાર્ટઅપ આ ગ્રાન્ટ માટે ઇન્ક્યુંબેશન સેન્ટરને અરજી કરવાની હોય છે. ઇન્ક્યુંબેશન સેન્ટર એપ્લીકેશનને વેરીફાઈ કરે છે તેમાં સુધારા વધારા કરાવે છે તેમાં જરૂરી માર્ગદર્શન આપે છે અને ગ્રાન્ટ માટેની અરજી સ્ટાર્ટઅપ સેલને ફોરવર્ડ કરે છે. સ્ટાર્ટઅપ ગુજરાત સેલ દ્વારા આ અરજીઓની ચકાસણી કરવામાં આવે છે અને ત્રણ અલગ-અલગ કમિટી દ્વારા કરવામાં આવે છે અને સિલેકશન પ્રક્રિયા બાદ ગ્રાન્ટ આપવામાં આવે છે. પેટર્ન ફાઈલિંગ માટે પણ ગુજરાત સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે.
સ્ટાર્ટઅપને કઈ રીતે ફંડિંગ મળી શકે છે એક ગ્રાન્ટ સ્વરૂપે અને એક રોકાણ સ્વરૂપે : ગ્રાન્ટની વાત કરીએ તો આ યોજનાઓ માં ગવર્મેન્ટ સ્કીમ ની વાત કરીએ તો તેમાં ઈન્ક્યુબેશન પાર્ટ દ્વારા જોડાઈ શકી, કે જેની અંદર કોઈપણ સ્ટાર્ટ અપ આઈડિયા તમારી પાસે છે તો તેમને પ્રોટો ટાઈપિંગ થી લઈ અને કેવી રીતે માર્કેટ ટેબલ કરી શકાય તેના માટે ગવર્મેન્ટ નોડલ એજન્સી દ્વારા અલગ-અલગ આપવામાં આવેલ છે જે યુનિવર્સિટી અને કોલેજોની અંદર આપવામાં આવેલ હોય કોઈપણ સ્ટુડન્ટ પછી એમની પાસે આઈડિયા છે કંઈક નવું કરવાની સમજ શક્તિ છે તે આ આઈડિયાને ત્યાં મોડેલ ઉપર લઈ જઈ શકે છે તેનું સ્કેલ કેવી રીતે કરી શકે છે તેના અંતર્ગત 50,000 થી લઈ 30 લાખ રૂપિયા સુધીની સહાય
મળી શકે છે તેના અલગ અલગ ફોર્મેટ્સ છે.
અને બીજા રૂટની વાત કરીએ તો ગવર્મેન્ટ સિવાય પણ બીજા પ્રાઇવેટ ઈક્વિટી પ્લેયર્સ, એન્જલ ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટલીઇસ્ટ કે જે લોકો સ્ટાર્ટઅપ ઈન્વેસ્ટમેન્ટની અંદર સક્રિય ભાગ લઈ રહ્યા છે. આપનું સ્ટાર્ટઅપ જો સ્કેલેબલ છે અને માર્કેટ ટેબલ છે તો તેની અંદર રોકાણ કરી અને ફંડિંગ આપ મેળવી શકો છો અને સ્ટાર્ટઅપ ને આગળ વધારી શકો છો. હવે મોટા વેન્ચર્સ કેપિટલ ફંડ પણ સૌરાષ્ટ્ર-કચ્છના નાના શહેરોના સ્ટાર્ટમાં રોકાણ કરવા માટે ઉત્સુકતા દર્શાવી રહ્યા છે. ભારતમાં ઘણા વેન્ચર્સ ફંડ ઉપલબ્ધ છે. જે વિવિધ લેવલના સ્ટાર્ટઅપ ને તેમની જરૂરિયાત અને શરતોને આધિન ઈક્વીટીના સ્વરૂપમાં ફંડ આપે છે. આ બધા જ વેન્ચર્સ ફંડ જઊઇઈં રજીસ્ટર્ડ હોય છે. સ્ટાર્ટઅપ આવા વિવિધ વેન્ચર્સ કેપિટલને ફંડ માટે અરજી કરી શકે છે. અરજી કર્યા બાદ ટઈ સ્ટાર્ટઅપની સ્કૃટીની, ડયુ ડેલીજન્સ, વેલ્યુએશન કરે છે. અને સ્ટાર્ટઅપને ફંડ આપે છે. સૌરાષ્ટ્રમાં પણ હવે સ્ટાર્ટઅપમાં રોકાણકારો દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે.
સી.એસ. દર્શિત આહ્યા દીર્ઘદ્રષ્ટિ અને બહોળો અનુભવ તમારા સ્ટાર્ટઅપને લગતા કોઇપણ પ્રશ્નો હોય તેની વિસ્તૃત છણાવટ અને ઊંડા અભ્યાસ થી ખૂબ સરળ રીતે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે. અહ્યાં વાત કરીએ ટેકનોલોજીકલ સપોર્ટ અને ટીમ મેનેજમેન્ટનું યોગદાન પણ એટલુ જ છે . દરેક વ્યક્તિ પોતપોતાના કાર્યમાં કુશળતા ધરાવે છે. અને તેને અનુરૂપ કાર્યભાર સંભાળે છે. મુલ્યવર્ધન અને સહુનો સાથ અને વિકાસ. એકબીજાના હરીફ નહિ પણ એકબીજાના પુરક બનીને કઈ રીતે ધંધાના કાર્યોને એક માનવીય સ્પર્શ આપી શકાય તે ખુબી અહ્યાં જોવા મળે છે.
આઉટ ઓફ ધી બોકસ અને સમયની માંગ સાથે પરિવર્તન શીલ વિચાર ધારાના ભાગરૂપે સ્ટાર્ટઅપ ના વિકાસને વેગ આપવા અને સૌરાષ્ટ્ર કચ્છ અને રાજકોટના ઉદ્યોગ સાહસિકો ને યુવાધનને નવી દિશા નિર્દેશન ના ભાગરૂપે ડી.એન.આહ્યા એન્ડ કુ. દ્વારા સ્ટાર્ટઅપ ફંડિંગ મેન્ટરીંગ અને તેના આઈડિયાને પ્રોટોટાઈપીંગ થી લઈને તેને કોમર્શિયલાઈઝ કરવા સુધીમાં કેટલું મુળી રોકાણ જોઈએ? તેમાં કેમ કોપીરાઈટ, ટ્રેડમાર્ક કે પેટન્ટ કેવી રીતે લઈ શકાય ? કે કેમ તેની પ્રોડક્ટ કે સર્વિસ ને સ્કેલેબલ લેવલ પર કઈ રીતે લઈ જઈ શકાય તેના પર સી.એસ. દર્શિત આહ્યા પોતાના બહોળા અનુભવના આધારે મેંટોરીંગ ની સેવા પણ આપે છે. સી.એસ. દર્શિત આહ્યા આ સમગ્ર સ્ટાર્ટઅપ અને નવા ઉદ્યોગ સાહસિકોને પોતાનો અનુભવ અને તેમના ખુદના પોર્ટફોલિયોના વિવિધ સફળ સ્ટાર્ટઅપની સફળયાત્રાના ભાગરૂપે તેનું અનુભવ અને જ્ઞાન ઉદ્યોગ સાહસિક સાથે શેર કરે છે. તેમનો સંપર્ક તેમના મેલ આઈ.ડી. ફવુફ.મફતિવશલિંળફશહ. ભજ્ઞળ અને તેમના સંપર્ક નંબર 90336 33231 ઉપર થઇ શકશે.
રજીસ્ટર્ડ સ્ટાર્ટઅપને આ ફાયદાઓ મળે છે
– 3 વર્ષ માટે સ્ટાર્ટઅપને ઇન્કમટેક્ષમાંથી મુક્તિ આપવામાં આવે છે.
– નેટવર્કીગ માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે.
– સ્ટાર્ટઅપ અસફળ જાય તો તેનો બિઝનેસ બંધ કરવાની પ્રક્રિયા 90 દિવસમાં પૂરી કરવામાં આવે છે.
– સ્ટાર્ટઅપ માટે પર્યાવરણના અને લેબરના કાયદામાં ઘણી રાહત આપવામાં આવી છે.
– સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા સ્ટાર્ટઅપને વિવિધ પ્રકારની ગ્રાન્ટ આપવામાં આવે છે.
– ટ્રેડમાર્ક, પેર્ટન, કોપીરાઇટની પ્રક્રિયા ઝડપી બને તે માટેનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
– નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
– રીસર્ચ અને ડેવલોપમેન્ટ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.
– સરકારી ટેન્ડર ભરવા માટે અમુક શરતોમાંથી મુક્તિ આપવામાં આવી છે જેમ કે, અનુભવ અને ટર્ન ઓવર.
– સમયાંતરે વિવિધ હેકેથોન યોજવામાં આવે છે. જેમાં વિજેતાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે.
– કેન્દ્ર સરકાર દ્વારા આઈડિયાના વેલીડેશન, પ્રૂફ ઓફ ક્ધશેપ્ટ તથા પ્રોડક્ટ ટ્રાયલ માટે 20 લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવે છે અને માર્કેટ એન્ટ્રી માટે તથા કોમોર્સીલાઈઝેશન માટે 50 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરવામાં આવે છે.