- ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’
- કહેવતને સાર્થક કરતા ગોપાલ સ્નેક્સના માલિક બીપીન હદવાણી
- ગોપાલ નમકીનનો ગોંડલ પાસે આવેલ પ્લાન્ટ તૈયાર
- ‘મારે સંતાનમાં દીકરી નથી, મારે ત્યાં કામ કરતી દરેક મહિલાને દીકરી ગણીને કરિયાવર કરીએ છીએ’
- સમગ્ર દેશમાં પ્રોડક્ટ લોકપ્રિય બનાવીને રુ. 5000 કરોડ સુધી ટર્નઓવર પહોંચાડવાનો વ્યૂહ
એક એવી બ્રાન્ડ જેનું નામ આજે દેશના 10 જેટલા રાજ્યોના નાના-મોટા દરેકના મોઢા પર રહેતું હશે. કહેવાય છે ને કે ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’, કહેવતને સાર્થક કરતાં ગોપાલ સ્નેક્સના માલિક બીપીન હદવાણીએ જે મુકામ હાંસલ કર્યો છે તે ચોક્કસપણે નવી પેઢીના ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણાદાયક છે. જોકે આજે તેમની આ કહાની કરવા પાછળ બીજું એક કારણ પણ છે કે તેમની વર્ષોની મહેનતથી ઊભા થયેલા સામ્રાજ્યના પાયા સમી ફેક્ટરીમાં 11 ડીસેમ્બરે અચાનક મોટી આગ લાગી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે બધું જ બળીને ખાખ થઈ ગયું હતું. આગથી શૂન્ય થઈ ગયેલી ગોપાલ નમકીન ફેકટરીને ટૂંક જ સમયમાં ફરી નવા પ્લાન્ટ સાથે ગોંડલ ખાતે શરૂ કરવામાં આવી છે.
તાજેતરમાં જ રૂ. 1000 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા અમીરોની યાદીમાં સ્થાન મેળવનાર રાજકોટ – ગુજરાતની નમકીન બનાવતી કંપની ગોપાલ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક બિપિનભાઈ હદવાણી તેમની કંપનીમાં કામ કરતી મહિલાઓને જ પોતાની દીકરી માને છે. નમકીનની બ્રાંડ તરીકે ગોપાલ આજે ગુજરાત અને દેશનાં અન્ય 8 રાજ્યમાં જાણીતી બ્રાંડ બની ગઈ છે. બિપિનભાઈએ 1994માં ઉધાર કરીને આની શરૂઆત કરી હતી અને આજે આ બ્રાન્ડની વેલ્યુ રૂ. 3000 કરોડથી પણ વધારે છે.
રાજકોટમાં શરૂઆત કેવી રહી અને આગળ કઈ રીતે વધ્યા
1990ની સાલમાં મેં મારા પિતરાઈ ભાઈ સાથે ધંધો શરુ કર્યો હતો. એ સમયે અમે બંને ભાઈઓએ ભાગીદારીમાં રૂ. 8500નું રોકાણ કર્યું હતું અને ગોકુલ નામથી ચવાણું વેચવાની શરૂઆત કરી હતી. બાદમાં આ બ્રાન્ડને મેં તેમને સોંપી અને 1994માં રાજકોટના રાજનગરમાં અમારા ઘરે નવી શરૂઆત કરી. ત્યારે મારી પાસે કંઈ હતું નહિ. ઉધાર કરી તેલ અને બેસન લીધાં અને આ રીતે ઘરમાં શરૂ થયું ગોપાલ નમકીન. અમારા અલગ અલગ પ્રકારના ગાઠિયા લોકોને આજે પણ વધારે ભાવે છે. જેમ જેમ ધંધો વધતો ગયો તેમ તેમ મુજબ મશીનરી પણ વસાવી અને સાથે સાથે જગ્યા લઈને સેમી-ઓટોમેટિક અને ઓટોમેટિક પ્લાન્ટ્સ પણ બનાવ્યા.
બિપિનભાઈ હદવાણી મુળ જામકંડોરણા તાલુકાના ભાદરા ગામના છે. જેમણે માત્ર ધોરણ 11 સુધીનો જ અભ્યાસ કર્યો છે. બિપિનભાઈના લગ્ન વર્ષ 1993માં દક્ષાબેન સાથે થયા હતા.ત્યારથી અત્યાર સુધી દક્ષાબેને બિપિનભાઈનું ખુબ સાથ આપ્યો છે. બિપિનભાઈએ પોતાના આ બિઝનેસની શરૂઆત 1994માં ઉધારના પૈસા લઈને કરી હતી.4500 રૂપિયાથી તેમને પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.
થોડા વર્ષ પછી તેમને તેમના પાર્ટનરથી અલગ થવું પડ્યું હતું. જો કે, બિપિનભાઈએ પોતાની પત્નીના સપોર્ટથી ગોપાલ સ્નેક્સનું સ્ટાર્ટઅપ ફરી શરૂ કર્યું. આ વખતે તેમણે સાયકલ પર જઈને દુકાનદારોને આ સ્નેક્સ વેચવાનું શરૂ કર્યું હતું. ગોપાલ સ્નેક્સ આજે 84 અલગ અલગ પ્રોડક્ટ બનાવે છે.
જો કે, અથાગ મહેનત બાદ પણ 10 વર્ષની અંદર ભારે દેવામાં આવી જતા તેમને પોતાનો પ્લાન્ટ બંધ કરવો પડ્યો હતો. પણ કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તેમ બિપિનભાઈએ હિંમત કરી લોન લઈને નાના એકમોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ વર્ષ 2012માં ગોપાલ સ્નેક્સે રૂપિયા 100 કરોડની આવક કરી હતી. જે બાદ ગોપાલ સ્નેક્સના પ્લાન્ટે મોટા પ્લાન્ટમાં આકાર લઈ લીધો હતો. હાલ નમકીનની દુનિયામાં ગોપાલ સ્નેક્સએ એક વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત નામ બનાવ્યું છે.
ગોપાલ સ્નેક્સની ફાઈનાન્શિયલ કન્ડિશન: ગોપાલ સ્નેક્સ લિમિટેડ 10 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં એથનિક સ્નેક્સ, વેસ્ટર્ન સ્નેક્સ અને અન્ય પ્રોડક્ટ્સ ઓફર કરે છે. તે ગોપાલ બ્રાન્ડ હેઠળ તેની પ્રોડક્ટ્સ વેચે છે. ગોપાલ સ્નેક્સે નાણાંકીય વર્ષ 2023 માટે રૂ. 1,394.65 કરોડની આવક નોંધાવી હતી.