સુરત, 15 જાન્યુઆરી 2025:
આજે મુંબઈના નૌકાદળ ડોકયાર્ડ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ની ઉપસ્થિતિમાં આયોજિત ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો, જ્યાં ભારતીય નૌકાદળના પોટ સુરત, નીલગિરી અને વાઘશીરના પ્રસ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, તેમજ અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા
મેયર દક્ષેશ માવાણીએ આ ઐતિહાસિક પ્રસંગે હાજરી આપી ગૌરવ અનુભવ્યું. આ પ્રસંગે મેયરએ જણાવ્યું કે, “ભારતીય નૌકાદળના પ્રસ્થાપન સમારોહમાં સુરતના નામે જહાજનું નામકરણ શહેર માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશની સુરક્ષા અને નૌકાદળને મજબૂત બનાવવા માટે જે પગલાં લેવામાં આવી રહ્યા છે, તે ભારતને વધુ શક્તિશાળી બનાવશે.”
મેયરએ ભારત સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને બિરદાવ્યું અને કહ્યું કે આ અભિયાન અંતર્ગત ભારતીય નૌકાદળ માટે આધુનિક યુદ્ધજહાજોની રચના દેશમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને રક્ષા શક્તિને મજબૂત બનાવે છે.
આ પ્રસંગે સુરતના નાગરિકો માટે ગર્વની ક્ષણ ઊભી થઇ છે, અને આ પ્રસ્થાપન સમારોહે ભારતીય નૌકાદળના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ દર્શાવ્યું છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય